પેટ્રોલ, ડીઝલ, અને રાંધણગેસ સહિતની વસ્તુઓના ભાવમાં સતત વધારો થતાં કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં દેખાવો કરવામાં આવી રહ્યો છે. આજે ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે ભાવ વધારાના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસમાં સતત ભાવ વધારો થતાં ઘરવખરીની ચીજવસ્તુઓમાં રોજબરોજ વધારો થાય છે. ખેડૂતો પણ સતત વધી રહેલો ડીઝલના પોષણક્ષમ ભાવ મળતા નથી. ખાતરના ભાવમાં સતત ભાવ વધી રહ્યો છે જેના કારણે જગતનો તાત ચિંતામાં છે. વીજળી પણ ખેડૂતોને નિયમિત પણે મળતી નથી જેથી ડીઝલનો વપરાશ વધુ થવાથી ખર્ચમાં વધારો થયો છે. જેથી ગરીબ અને મઘ્યમવર્ગના લોકોને ઘર ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
આ પ્રસંગે ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા, નટુભાઈ વસાવા, રામસિંગભાઈ, હિતેશભાઈ, ધારાસિંગભાઈ સેમ્યુઅલ ભાઈ, હીરાભાઈ સહિતના કોંગ્રેસના આગેવાનો એ હાજરી આપી.
વિનોદ મૈસુરિયા : વાંકલ