ઉમરપાડા તાલુકાની ઘાણાવડ જિલ્લા પંચાયતના બેઠકમા સમાવિષ્ટ 10 જેટલા ગામોમાં 29 લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. ચવડા, સટવાણ, આંબા, ચવડા, નાના સુતખડકા, નવા ચકરા, જૂના ચકરાં, સેવલાણ, ખોડા આંબા ગામે સરકારની વિવિધ યોજનામાંથી મંજૂર કરેલ વિકાસના કામો જેવા કે સી સી રસ્તા, ડામર રસ્તા, નાળાનું કામ, ગટર લાઈન અંદાજીત રકમ 29 લાખ જેટલી રકમના વિકાસ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મોહનભાઈ વસાવા, ભાજપ સંગઠન મહામંત્રી અર્જુનભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્ય ગુલાબભાઈ વસાવા, સરપંચ ઇશ્વરભાઇ વસાવા, ધરમસિંહભાઈ વસાવા, મહેશભાઈ વસાવા, દક્ષાબેન વસાવા, ભાજપના આગેવાન કાંતિભાઈ પાડવી, કિસાન મોરચાના પ્રમુખ તથા ભાજપના કાર્યકર્તા અને ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ