ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામે આવેલ એસ.વાય.મોતાલા સ્ટોન ક્વોરીનું કારખાનું તથા ખાણમાંથી ભારે વિસ્ફોટક પદાર્થો વડે બ્લાસ્ટીગ (વેગન મશીનથી) થતું હોય, બ્લાસ્ટિગના સમયે ધરતીકંપ જેવા આંચકા અનુભવાતા હોય, સ્ટોન ક્વોરીની ખાણ ગામના રેહણાક વિસ્તારની નજીક હોય જે ગ્રામજનો માટે મોટી જાનહાનિ સમાન છે. ખાણમાં ભારે વિસ્ફોટના કારણે ગામના પાકાં મકાનોમાં તિરાડ પડી રહી છે. બ્લાસ્ટિગના ધ્રુજારાના કારણે બોર કૂવાના પાણીના સ્તર ઉંડા ઉતરી રહ્યા છે. જે ભવિષ્યમાં પાણીનો વિકટ પ્રશ્ન ઉદભવે તેમ છે. એસ. વાય.મોતાલાની ખાણ સમસ્ત ગ્રામજનો માટે આફતરૂપ છે. જેથી આ ક્વોરી અને ખાણને કાયમ માટે બંધ કરવામાં આવે એવી ઉમરપાડા તાલુકા મામલતદારને ગ્રામજનો એ આવેદનપત્ર આપી માંગ કરી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement