કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રાજમાં દરેક વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે. આમ આદમીનું જીવન જીવવા માટે દુષ્કર બની ગયું છે. દરરોજ કુદકે અને ભૂસકે પેટ્રોલ-ડીઝલમાં સતત વધતા જતાં ભાવોથી લોકો ચિંતામાં છે. એક તરફ કોરોના મહામારીમાં લોકડાઉનમાં લોકો પાસે ધંધો-રોજગાર નથી, બેકારીમાં સપડાઈ ગયા છે. યુવાનો પાસે રોજગારી નથી બેકારી વધતી ગઈ છે, જીડીપીનો દરનો ગ્રાફ નીચો થઈ ગયો છે,મોંઘવારીએ માઝા મૂકી છે. તેલ-ગેસ પેટ્રોલ-ડીઝલ શાકભાજીના ભાવો વધી રહ્યા છે તો આ બાબતે કેન્દ્ર રાજ્ય સરકાર લોકહિતના ધ્યાનમાં લઇ ભાવમાં ઘટાડો કરે એ માટે ઉમરપાડા કોંગ્રેસ સમિતિ એક પ્રતિક ધરણા કરી ભાવ વધારાનો વિરોધ કર્યો છે. આ પ્રસંગે ઉમરપાડા તા.કોંગ્રેસ પ્રમુખ હરીશભાઈ, નિવૃત્ત કલેકટર જગતસિંગ વસાવા, નટવરભાઈ વસાવા, ભુપેન્દ્રસિંહ, ધારાસિંહ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ