ઉમરપાડા તાલુકાના વિવિધ ગામોમાં ચૂંટાયેલા પદાધિકારીઓને આગેવાનોના હસ્તે રૂપિયા 22 લાખના વિકાસકામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
ઉમરપાડા તાલુકામા પૂર્વ. કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા પ્રયત્નથી રાજ્ય સરકારે મંજૂર કરેલા વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં નસારપુર ગામે વાંકી ડેમ પાસે રોડના પ્રોટેક્શન વોલ 10 લાખ સિંચાઈ વિભાગ તેમજ, વેલાવી ગામે રમતના મેદાન માટે 6 લાખ અને શરદા ગામે રમતના મેદાન માટે 6 લાખ મનરેગા યોજના હેઠળ રમત ગમતના મેદાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આમ કુલ 22 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન ચૌધરી, જિલ્લા પંચાયત સભ્યો દરિયાબેન વસાવા, ઉપ-પ્રમુખ વિપુલભાઈ વસાવા, જિલ્લા સંગઠન મંત્રી સામસીંગભાઈ વસાવા, પૂર્વ. જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન શાંતિલાલભાઈ વસાવા અને તાલુકા ચુંટાયેલ તાલુકા પંચાયત સભ્યો અને સરપંચ મિત્રો તેમજ પાર્ટીના કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરીયા : વાંકલ