Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના પાંચ આંબા ગામમાં ગંજીપાનાનો જુગાર રમતો એક ઈસમ ઝડપાયો.

Share

ઉમરપાડા તાલુકાના પાંચ આંબા ગામમાં ગંજીપાનાનો જુગાર રમતા એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય પાંચ ઈસમો ભાગી છૂટતા તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પાંચ આંબા ગામના પટેલ ફળિયામાં સુરેન્દ્ર વસાવા ના ઘરની પાછળ વડ નીચે ખુલ્લી જગ્યાએ કેટલાક ઇસમો ગંજીપાનાનો જુગાર રમી રહ્યા હતા પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળે રેડ કરતા સ્થળ ઉપરથી એક ઈસમ નામે અજય કાલિદાસ વસાવા ઝડપાઈ ગયો હતો તેની પાસેથી કુલ 1140 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો જ્યારે અન્ય ઈસમો નિતેશભાઇ ઇશ્વરભાઇ વસાવા, કિશનભાઇ જાલમસીંગ વસાવા, સુરેન્દ્રભાઈ ભરતભાઈ વસાવા, નારણભાઈ વેસ્તાભાઈ વસાવા તમામ રહે. પાંચ આંબા ગામ, અનિલભાઈ તુલસીભાઈ વસાવા રહે. ઉમરગોટ તાલુકો ઉમરપાડા સહિત કુલ પાંચ ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વર : નશાની લાલચ આપી મિત્ર એ મિત્રની હત્યા કરનાર ઇસમની કરાઇ ધરપકડ

ProudOfGujarat

નર્મદામાં થતાં આડેધડ રેત ખનનને લઇને ભરૂચના સાંસદે કેન્દ્રિય મંત્રાલયને કરી રજુઆત.

ProudOfGujarat

ભરૂચ પોલીસનો સપાટો ટ્રાફિક નિયમોના ઉલ્લંધન બદલ 135 થી વધુ વાહન ચાલકો દંડાયા, હજારોના દંડની વસુલાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!