પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબ ઉમરપાડા તાલુકામાં વિવિધ વિકાસના કામો જેવા કે કન્સ્ટ્રકશન ઓફ સાદડાપાણી સ્મશાન રોડ રૂ।.પ૯.૦૦ લાખના કામનું લોકાર્પણ, નાનાસુતખડકા ગામે તાપી કરજણ લીંક યોજના સિંચાઇ અંતર્ગત ચેકડેમ રૂ।.૬૩.૦૦ લાખના કામનું ખાતમહુર્ત, નાનાસુતખડકા ગામે પુરસંરક્ષણ દિવાલનું રૂ।.૧૫.૦૦ લાખના કામનું ખાતમહુર્ત તેમજ કંન્સ્ટ્રકશન ઓફ નવાચકરા ગામે ગામીત ફળિયામાં રોડ રૂ।.૪૫.૦૦ લાખના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં આવેલ આદિજાતિ હસ્તકની સરકારી કુમાર/કન્યા છાત્રાલયમાં માન્ય સંખ્યા ઓછી હોવાના કારણે બાળકો પ્રવેશથી વંચિત રહી જતા હતા તેવી રજુઆતો સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા રજુઆત આવતા આ અંગે ગુજરાત સરકારમાં આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલને રજુઆત કરવામાં આવી હતી. તેઓ તરફથી ઉમરપાડા ખાતે આવેલ કન્યા છાત્રાલયમાં ૧૩૫ અને કુમાર છાત્રાલયમાં ૧૫૦ તેમજ વાંકલ ખાતે આવેલ સરકારી કન્યા છાત્રાલયમાં ૧૦૦ નો વધારો કરી પ્રવેશ આપવા મંજુરી આપવામાં આવેલ જે અંગે ઉમરપાડા કન્યા છાત્રાલય ખાતે પ્રવેશ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી સામસીંગભાઇ વસાવા, સુરત જિ.પં.ના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઇ વસાવા, જિ.પં.સદસ્ય દરિયાબેન વસાવા, ઉમરપાડા તાલુકા સંગઠન પ્રમુખ વાલજીભાઇ વસાવા, ઉમરપાડા તાલુકા સંગઠન મહામંત્રી અર્જુનભાઇ વસાવા તથા અમિષભાઇ વસાવા, ઉમરપાડા તા.પં.ના પ્રમુખ શારદાબેન ચૌધરી, ઉમરપાડા તા.પં.ના ઉપ્રમુખ વિપુલભાઇ વસાવા, ઉમરપાડા તા.પં.ના કારોબારી અધ્યક્ષ મોહનભાઇ વસાવા, ઉમરપાડા તા.પં.ના ચુંટાયેલા સદસ્યઓ, નાયબ કાર્યપાલક ઇજનેર મેહુલભાઇવાળા, મદદનીશ કમિશ્નર અનિતાબેન દેસાઇ, તાલુકા વિકાસ અધિકારી સોલંકી તથા મોટી સંખ્યામાં આજુબાજુ ગામના કાર્યકર્તાઓ/સરપંચઓ/ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ