Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં વિકાસના કામોનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ/ખાતમુહુર્ત યોજાયુ.

Share

માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી વન અને આદિજાતિ વિકાસ અને મહિલા બાળ કલ્યાણ વિભાગના ગણપતસિંહ વસાવા સાહેબે ઉમરપાડા તાલુકામાં વિવિધ વિકાસના કામો જેવા કે કન્સ્ટ્રક્ટશન ઓફ ચવડા વક્રાતઆંબા રોડનું લોકાપર્ણ રૂ।.૧૨૫ લાખ, કન્સ્ટ્રક્શન ઓફ પાંચ આંબા એપ્રોચ રોડનું લોકાર્પણ રૂ।.૨૨.૫૦ લાખ, ચંન્દ્રાપાડા ગામે શાળાના ઓરડાનું લોકાર્પણ રૂ।.૧૪ લાખ, કન્સ્ટ્રક્શન ઓફ બોક્ષકલવર્ટ ઓફ ચારણી એપ્રોચરોડનું ખાતમુહુર્ત રૂા.૧૦૦ લાખ, રીસર્ફોસીંગ ઓફ સરવણફોકડીથી કાલીજામણ રોડનું ખાતમહુર્ત રૂ।.૩૧ લાખ, રિસર્ફેસીંગ ઓફ ઉમરઝર-ઝરપણ-સરવણફોકડી રોડનું લોકાર્પણ રૂા.૧૫૩ લાખ તથા વાડી ગામે રીસર્ફેસીંગ ઓફ જામણ ફળીયા રોડનું ખાતમુહુર્ત રૂા.૨૦ લાખ મળી કુલ રૂપિયા ૪.૬૬ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ/ખાતમુહુર્ત કરવામાં આવેલ છે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી સામસીંગભાઇ વસાવા, સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઇ વસાવા, જિલ્લા પંચાયતના સદસ્ય દરિયાબેન વસાવા, ઉમરપાડા તાલુકા સંગઠન પ્રમુખ વાલજીભાઇ વસાવા, ઉમરપાડા તાલુકા સંગઠન મહામંત્રી અર્જુનભાઇ વસાવા તથા અમિષભાઇ વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન ચૌધરી, ઉમરપાડા તાલુકા પંચાયતના ઉપ્રમુખ વિપુલભાઇ વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયતના તાલુકા કારોબારી અધ્યક્ષ મોહનભાઇ વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયતના ચુટાયેલા સદસ્યો, નાયબ કાર્યપાલક ઇજનેર મેહુલભાઇવાળા, તાલુકા વિકાસ અધિકારી સોલંકી તથા મોટી સંખ્યામાં આજુબાજુ ગામના કાર્યકર્તાઓ/સરપંચ ઓ/ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરત : આહિર સમાજ મહિલા ગ્રુપ સુરત દ્વારા મહિલા સશક્તિકરણ અને નારીશક્તિ અંગે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

લીંબડી હાઇવે પર અજાણ્યા વાહનચાલકે અકસ્માત સર્જી જૈન સાધ્વીને ઇજા પહોંચાડતા જૈન સમાજમાં રોષની લાગણી.

ProudOfGujarat

ઉમરપાડાના ગોવટ ગામ નજીક બાઈક ચાલક યુવક ઝાડ સાથે ભટકાતા મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!