ઉમરપાડા તાલુકાના શરદા ગામેથી ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ની ટીમે બે આરોપીઓ સાથે ₹ ૨,૧૧,૩૮૦ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો હતો આ ગુનામાં વાહન અને અન્ય મુદ્દામાલ સહિત પોલીસે કુલ રૂપિયા ૭,૨૧,૩૮૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીને આધારે ઉમરપાડા તાલુકાના શરદા ગામે ધારાસિંગ ગીબાભાઈ વસાવાના ઘરે રેડ કરી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ કબજે લીધો હતો દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નવાપુરના એલ કે વાઇન શોપમાંથી મહિન્દ્રા ટી યુ સી G J.12 D A 5521 ગાડીમાં સરણભાઈ તુલસીભાઈ વસાવા રહે મોસ્કુટ તાલુકો ડેડીયાપાડા જીલ્લો નર્મદા અને અમરસિંગ નારસિંગ વસાવા રહે શરદા તા. ઉમરપાડા જીલ્લો સુરત દ્વારા લાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત ઇસમો દારૂનું કટિંગ કરવાની ફિરાકમાં હતા ત્યારે ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરતા બંને ઇસમ ઝડપાઇ ગયા હતા. જ્યારે આ ગુનામાં મદદગારી કરનારા ચંદ્રસિંહ રામાભાઈ વસાવા રહે. શરદા તેની પત્ની ગીતાબેન ચંદ્રસિંહ વસાવા રહે. શરદા અજાણ્યો ગાડીનો ડ્રાઈવર તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર નવાપુરનો એક મારવાડી ઇસમ અને ધારાસિંગ વસાવા રહે.શરદા સહિતના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ ગુના સંદર્ભમાં સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ રમણભાઈએ ઉમરપાડા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ