Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા નસારપુર ગામે રાત્રી ગ્રામસભા યોજાઇ.

Share

ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રાત્રે ગ્રામસભા યોજાતા લોકોએ ગ્રામસભામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપરોક્ત ગ્રામસભામાં સરપંચ ગીતાબેન વિજેસીંગભાઇ વસાવા, ઉમરપાડા તાલુકા હેલ્થ ઓફિસર, માજી જિલ્લા પંચાયતના સદશ્ય શાંતિલાલભાઇ વસાવા તથા નસારપુર ગામના ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા. જેમાં રસ્તા, પાણી અને સસ્તા અનાજની દુકાન બાબતે લોકોને કનડતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.

નસારપુર ભગત ફળિયા થી ઝરપણ જોડતો રસ્તો નસારપુર ભગત ફળિયાથી ઉંમર ફળિયા જોડતો માર્ગ જર્જરિત હાલતમાં અને કાચો છે જેથી ભગત ફળિયા ના લોકોને સરળતા રહે એ માટે આ રસ્તાઓની દરખાસ્ત કરી પાકા બનાવવાની માંગ રામસભામાં ઉઠી હતી સાથે સસ્તા અનાજની દુકાન મહિનામા એક અઠવાડિયા સુઘી ખુલ્લી રાખવાની માંગ કરી હતી જેથી બધાને અનાજ વિતરણ સારી રીતે થઈ શકે ગ્રામસભા ઉપસ્થિત સરકારી પ્રતિનિધિઓ દ્વારા આ પ્રશ્નો ઉકેલવાની હાલ ખાતરી આપવામાં આવી છે અન્ય નાના-મોટા પ્રશ્નોની ચર્ચાઓ તંદુરસ્ત લોકશાહી ઢબે ગ્રામસભામાં થઈ હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ચાણક્ય વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ : કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળાના શિક્ષક નિષાદકુમાર ભોઈ પોતાના “ઘેર ઘેર ગળો” અભિયાન” દ્વારા અનોખો પ્રાકૃતિક સંદેશ આપી રહ્યા છે.

ProudOfGujarat

જુના ભરૂચ ના વડાપાડા રોડ પર આવેલ વિસ્તાર માં પાણી ની લાઈન માં જોઈન્ટ નાખવા મુદ્દે સ્થાનિક વોર્ડ ૧૦ના કોર્પોરેટર ના પતિ એ કોન્ટ્રાક્ટર ને ધાક ધમકી આપી જોઈન્ટ નાખવા ની ના કહેતા પાણી વગર વલખા મારતા વિસ્તાર ના રહીશો એ વિરોધ પ્રદર્શન કર્યું હતું…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!