Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાના વાડી ગામે યુવક તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું.

Share

ઉમરપાડા તાલુકાના વાડી ગામના તળાવ ફળિયામાં રહેતા એક ૩૫ વર્ષીય યુવકનું તળાવના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું. વાડી ગામના તળાવ ફળિયામાં રહેતો સંદીપભાઈ સંપતભાઈ વસાવા ઉંમર વર્ષ ૩૫ તળાવમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે તળાવમાં તેનો પગ લપસી જતા ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું .આ યુવક વાલિયા ખાતે ડી.જી.વી.સી.એલ. કંપનીમાં લાઇનમેન તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટનાની જાણ મરણ જનારના પિતા સંપતભાઈએ ઉમરપાડા પોલીસને કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહનો કબ્જો લઈ પી.એમ સહિતની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ગુજરાતના મંદિરો પણ દેશભક્તિના રંગે રંગાયા : સોમનાથ, સાળંગપુર મંદિરમાં તિરંગાનો અદભુત શણગાર

ProudOfGujarat

કેરળ : ઓણમ નિમિત્તે દક્ષિણ ભારતમાં ઉત્સવનો માહોલ

ProudOfGujarat

દેવભૂમિ દ્વારકા પોલીસની પ્રશંસનીય કામગીરી.વાયુ વાવાઝોડાના પગલે ખડેપગે રહી લોકોની મદદ કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!