Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં કેવડી ગામે ભાજપ યુવા મોરચા દ્વારા ડોક્ટર નર્સ સહિતના કોરોના વોરિયર્સનું સન્માન કરાયું.

Share

ઉમરપાડા તાલુકાના કેવડી ગામે ભાજપ યુવા મોરચા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર નર્સ સહિતના કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

કોરોના કાળ દરમિયાન ખૂબ જ નિષ્ઠાપૂર્વક કોરોના વોરિયર્સ તરીકે પોતાની ફરજ બજાવનાર કેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. ભાવેશભાઈ મિસ્ત્રી તેમજ આરોગ્ય સ્ટાફનું સુરત જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી ધવલસિંહ ખેર, જિલ્લા ભાજપ સંગઠન મંત્રી સામસિંગભાઈ વસાવા, ભાજપના મહામંત્રી અમિશ વસાવા તા.પં ના ઉપપ્રમુખ વિપુલ વસાવા, યુવા મોરચાના પ્રમુખ વિનોદભાઈ વસાવા, આદિજાતિ મોરચાના પ્રમુખ નટુભાઈ વસાવા, શાંતિલાલ વસાવા, ઉમરપાડા યુવા ભાજપ મોરચાના પ્રભારી હિતેશ ચૌધરી વગેરે દ્વારા કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અહેમદ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલે દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં ધોરીમાર્ગની અધુરી કામગીરીને લઇને હાલાકી.

ProudOfGujarat

સુરતમાં સરકારી અનાજનું કૌભાંડ, હરિયાણા-ગુજરાત સરકારી અનાજને ટ્રકમાં સગેવગે કરતો ચાલક ઝડપાયો, મુખ્ય આરોપી સહિત 4 વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!