ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામે રહેતા બાબુલાલ પીતામ્બર દાસ વૈષ્ણવ ઉ.વ. 54 તથા મહેન્દ્ર કુમાર અશોકભાઈ પુરોહિત ઉ.વ. 21 તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા કેસની જાણ થતા મેડિકલ ટીમ ઉમરપાડા અને ઉમરપાડાના પી.એસ.આઈના સ્ટાફ સહિત તેમજ સરપંચ શ્રી હાજર રૂબરૂમાં માહિતી મેળવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કેવડી બજારમાં અનાજ કરીયાણાની દુકાન ચલાવતા બાબુલાલ પીતામ્બર દાસ વૈષ્ણવ ઉ.વ.54 ને કોરોના પોઝિટિવ આવતા તેમના કુટુંબના આઠ સભ્યો અને દુકાનમાં કામ કરતા બે મજૂરોને હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા છે. તેઓએ 14 દિવસથી કેવડી ગામની બહાર કોઈ મુસાફરી કરી નથી. પોતાના ઘરે જ રહ્યા છે.કેવડી બજારમાં મહાવીર મેડિકલ સ્ટોર ચલાવતા મહેન્દ્ર કુમાર અશોકભાઈ પુરોહિત ઉ.વ. 21 ને પોઝિટિવ આવતા તેમના ઘરના નવ સભ્યોને હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા છે. તેઓએ છેલ્લા 14 દિવસમાં બે વખત માંડવી ખાતે આવેલ રિદ્ધિ સિદ્ધિ ટ્રેડર્સ (બજાર ફળિયું)ની મુલાકાત લીધી હતી. બાકીના દિવસોમાં ઘરે રહ્યા હતા. ઉપરોક્ત બંને પેશન્ટને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લઈ જવામાં આવ્યા છે. છેલ્લા ચાર દિવસથી કેવડી બજાર સ્વયંભૂ બંધ છે.
ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામે બે કોરોના પોઝિટિવ કેસ આવતા તેઓને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા.
Advertisement