ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામે મનરેગા યોજના હેઠળ રોજગારીના કામો શરૂ કરાતા ગામના શ્રમિક વર્ગમાં આનંદની લાગણી વ્યાપી છે. ચિતલદા ગામના મહિલા સરપંચ રંજીતાબેન વસાવા દ્વારા રાજ્ય સરકારની મનરેગા યોજના હેઠળ રોજગારીના કામો શરૂ કરવામાં આવ્યા છે
જેમાં સરકારના કોવિડના નીતિ નિયમો મુજબ સોશિયલ ડીસ્ટન્સ સહિત તમામ નિયમોના પાલન સાથે ચિતલદા ગામે હાલ ચેકડેમ ઊંડા કરવાનું કામ શરૂ કરાયું હતું. પ્રથમ દિવસે ગામના સંખ્યાબંધ શ્રમિક વર્ગના લોકોએ રોજગારીનો લાભ લીધો હતો. હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે જેને કારણે ખાસ શ્રમિક વર્ગની હાલત કફોડી બની છે ઉમરપાડા જેવા પછાત તાલુકામાં રોજગારીના કોઈ સ્ત્રોત નથી શ્રમિક વર્ગના લોકોને દૂર-દૂર સુધી રોજગારી રોજીરોટી માટે જવું પડતું હોય છે પરંતુ હાલના કોરોના કાળના સંજોગો જોતા શહેરોમાં રોજગારી માટે જઈ શકાતું નથી, બીજી તરફ મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે આવા સમયે ઘર આંગણે રોજગારીના કામો ગામના સરપંચ દ્વારા સરકારની મનરેગા યોજના હેઠળ શરૂ થતાં ગામના શ્રમિકોમાં ખાસ આનંદ જોવા મળી રહ્યા છે.
ઉમરપાડાનાં ચીતલદા ગામે મનરેગા યોજના હેઠળ રોજગારીનાં કામો શરૂ કરાયા…
Advertisement