Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાયબ મુખ્યમંત્રીનાં વિવાદાસ્પદ નિવેદનથી આદિવાસી સમાજમાં પડયા વિરોધનાં પ્રત્યાઘાતો.

Share

આજરોજ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી દ્વારા બજેટસત્રની ચર્ચા દરમિયાન એવું નિવેદન આપેલ કે ગુજરાતમાંથી કયા આદિવાસી મેચ જોવા આવેલ અને જો આવ્યા હોય તો ટિકિટ બતાવે. આ સંદર્ભમાં ઉમરગામથી લઈ અંબાજી સુધી વસતા આદિવાસીઓનું અપમાન કરવાનો સીધો પ્રયાસ કરવામાં આવ્યો છે અને જો મેચના વિડિયો ફૂટેજ જોવામાં આવે તો જણાશે કે ઘણા આદિવાસી સમાજના લોકો મેચ દરમિયાન ઉપસ્થિત હતા.

આવા નિવેદન આદિવાસી સમાજ માટે અપમાનજનક હોય નાયબ મુખ્યમંત્રી રાજીનામું આપે કે માફી માંગેની માંગ કરવામાં આવે છે. આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ વસાવા, હીરાલાલભાઈ વસાવા, આદિજાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ વસાવા, મહામંત્રી હિતેશભાઇ પટેલ વગેરે હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

મહેમદાવાદનાં કનીજ ગામે શખ્સનાં ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા પીતાં મોત નીપજયું

ProudOfGujarat

ઝઘડિયાના બામલ્લા નજીક ટ્રેક્ટરમાં બેસેલ યુવક નીચે પટકાતા સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

નર્મદા ડેમમાં પાણીની સપાટી અને આવક, જાવકમાં થયો ઘટાડો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!