ઉમરપાડા તાલુકા મથક બી.આર.સી ભવન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત યોગ ટ્રેનર તાલીમ શિબિર યોજાઇ હતી. ઉપરોક્ત યોગ શિબિર ઓનલાઇનના માધ્યમથી તાલીમ આપવામાં આવે હતી જેમાં, યોગના આસન, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, મનડુંકાસન, કપાલભાતી, ભસ્ત્રિકા પ્રાણયામ વગેરે સરળ રીતે તાલીમ આપવામાં આવી હતી.
તાલીમના છેલ્લા દિવસે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા ફીટ ઈન્ડિયા કેમ્પેઇનનાં માધ્યમથી બેસ્ટ યોગ કરનારને એકથી ત્રણ નંબર આપી સર્ટિફિકેટ આપી શિબિરાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સમાપન કાર્યક્રમમાં શાબાસ સંસ્થા ડાયરેક્ટ અને નવનિયુક્ત તાલુકા યોગ કોચ જયંતભાઈ વસાવા, ભારત સરકારના યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય ના નેહરુ યુવા કેન્દ્ર સુરત, અને એક્શન ગ્રુપ યુવા લીડર વિજય વસાવાએ યોગ ટ્રેનિંગ કાર્યક્રમમાં યોગ અંગેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું તેમજ યોગ ટ્રેનર બનેલા બેસ્ટ શિબિરાર્થીઓને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. યોગ ટ્રેનર તાલીમ શિબિરનો સમગ્ર સંચાલન જિલ્લા યોગ કોચ મંગેશ. જી. વસાવાએ કર્યું હતું વધુમાં તેમણે જણાવ્યું કે દરેક વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખી શકે એ માટે જીવનમાં યોગનું ખુબ જ મહત્વ છે ક્યારે યોગનો પ્રચાર અને પ્રસાર આ અંગે લોકજાગૃતિ કેળવવા યોગ ટ્રેનરોને અનુરોધ કર્યો હતો.
વિનોદ (ટીનુભાઈ)મૈસુરીયા, વાંકલ.