Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં કોંગ્રેસ આગેવાનો સમક્ષ દાવેદારી રજુ કરાઈ…

Share

વાડી જિલ્લા પંચાયત સીટ માટે ૪ નામ ઘાણાવડ માટે ૪ નામની દાવેદારી ઉમરપાડા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૪૦ જેટલા ઉમેદવારો અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ૮ જેટલા ઉમેદવારો આજે આગેવાનો સમક્ષ તેમણે દાવેદારી કરી છે અને ચર્ચા વિચારણા કરવામાં આવી છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારીનાં ભાગરૂપે કોંગ્રેસ દ્વારા ઉમરપાડા ખાતે સિનિયર આગેવાનો જગતસિંહ નટુભાઇ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ હરીશ વસાવા, નારસિંગભાઈ રામસિંહભાઈ મુરજી પટેલ, રમણભાઈ ચૌધરી સહિતના આગેવાનોએ આજે ઉમેદવારોને સાંભળ્યા હતા, બે દિવસમાં તાલુકા કોંગ્રેસ સંગઠનના પ્રમુખ હરીશ વસાવા, મહામંત્રી શંકરભાઇ, મહામંત્રી હિતેશ પટેલ તેમજ સંકલન સમિતિની મુખ્ય આગેવાનોની આજે ઉમેદવારો બાબતે ચર્ચા-વિચારણા કરી જેમાં વાડી બેઠક માટે ૪ ઉમેદવારોના નામ અને ઘાણાવડ જિલ્લા પંચાયત બેઠક માટે ૪ ઉમેદવારોએ પોતાની દાવેદારી રજુ કરી હતી. આમ આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે અને આ સંકલન સમિતિમાં બધાની સંમતિથી ઉમેદવારોના નામો જિલ્લા કોંગ્રેસ સમિતિને મોકલી આપવામાં આવ્યા છે.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં જામફળનો અન્નકૂટ ધરાવાયો.

ProudOfGujarat

બોરાળા નજીક ત્રણ સિંહ ટ્રેન ની અડફેટે આવી જતા મોત ને ભેટ્યા

ProudOfGujarat

સાતમું પગાર પંચ ન મળતા સરકારી પોલીટેકનિકના પ્રાધ્યાપકોએ કાળા કપડાં પહેરી વિરોધ દર્શાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!