Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 68 અને જીલ્લા પંચાયતની 2 બેઠક માટે 15 ઉમેદવારોએ ભાજપનાં નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી.

Share

ઉમરપાડા તાલુકા મથક ભાજપ કાર્યાલય ખાતે તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 68 ઉમેદવારોએ અને જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે 15 ઉમેદવારોએ ભાજપના નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી છે.

આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપ પક્ષ દ્વારા ઉમરપાડા ખાતે સિનિયર આગેવાનો હર્ષદભાઈ ચૌધરી, ગણેશભાઈ ગામીત, લક્ષ્મીબેન સહિતનાં નિરીક્ષકોને મોકલવામાં આવ્યા હતા સતત બે દિવસ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ વાલજીભાઇ વસાવા, મહામંત્રીઓ અર્જુનભાઈ વસાવા, અમીશભાઈ વસાવા વગેરે સાથે સંકલન કરી નિરીક્ષકોએ ટિકિટના દાવેદારોને સાંભળ્યા હતા જેમાં જિલ્લા પંચાયતની વાડી બેઠક માટે 7 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી રજુ કરી છે જ્યારે ઘાણાવાડ જિલ્લા પંચાયત બેઠક માટે ૮ ઉમેદવારોએ પોતાની દાવેદારી રજુ કરી છે.

Advertisement

વિનોદ(ટીનુભાઈ) મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

અંકલેશ્વર મામલતદાર કમ્પાઉન્ડમાં આવેલ ખુલ્લી જગ્યામાં ઉજ્જડ થવા પામ્યો છે

ProudOfGujarat

વિરમગામ શહેર ભાજપ દ્વારા છાસ વિતરણ કરાયુ

ProudOfGujarat

મોડલ અને યોગ ગુરૂ હિમાની ઝાંબરેને બેસ્ટ ફેશન આઈકન ઓફ ભરૂચ-2022 નો એવોર્ડ એનાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!