Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત બચાવો દેશ બચાવો અભિયાન ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.

Share

ઉમરપાડા તાલુકાના ઘાણાવડ જિલ્લા પંચાયતની આઠ બેઠકો માટે આજે કોંગ્રેસ સમિતિ દ્વારા પીનપૂર, ઘાણાવડ, બિલવાણ, બરડીપાડા, ખોટારામપુરા, ચકરા, કવનગાય, દેવરૂપણ જેવા તાલુકા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામોમાં આજે મહાજન સંપર્ક અભિયાન ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આવનાર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેની પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને ઉમેદવારોની પણ પેનલ નક્કી તાલુકા પંચાયત સીટ પ્રમાણે નક્કી કરવામાં આવ્યા હતા.

હાલમાં દેશમાં જે ખેડૂતો કૃષિ કાયદાઓમાં વિરોધ કરી રહ્યા છે, એ કાયદાઓ ખેડૂત વિરોધી હોય ઉમરપાડા તાલુકાના ખેડૂતો પણ આ કાયદાનો વિરોધ કરતા હોય છે. દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને પણ ઉમરપાડા તાલુકા સંપૂર્ણ રીતે કોંગ્રેસ સમિતિ તેમજ ખેડૂત આગેવાનો તરફથી તેમનો ટેકો જાહેર કરવામાં આવે છે.

આ પ્રસંગે માંડવીથી પધારેલ કમલેશભાઈ ચૌધરી, ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરિશ વસાવા, નટવરસિંહ વસાવા, જગતસિંહ,રામસિંહ નારસિંગભાઈ, મૂળજીભાઈ જેવા અનેક આગેવાનોએ આ મીટીંગને સંબોધી હતી અને આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમરપાડામાં કોંગ્રેસનો પંજો લહેરાય એવુ માર્ગદર્શન લોકો સમક્ષ પૂરું પાડ્યું હતું. કોંગ્રેસને તમામ કાર્યકરોને ભેગા થઈને પાર્ટીને જીતાડવા માટે એક થઈને લડવાનો આહ્વાન કર્યું હતું. કેન્દ્રની ભાજપ સરકારની નીતિઓ વલણ અને કાર્યક્રમ શરૂઆતથી જ આપખુદી મૂડીપતિઓનો વાદી અને પ્રજા વિરોધી રહ્યા છે ખેડૂત વિરોધી પસાર કરવામાં આવેલા કાળા કાયદા તેનું તાજુ ઉદાહરણ છે, આ કાયદાથી ખેડૂતોને ફાયદો થવાનો નથી સંસદમાં કોઈપણ જાતની ચર્ચા વગર મધરાતે ધ્વનિ મતનું નાટક કરીને કાયદો પસાર કરવો પડ્યો એ કાયદો ખેડૂતોના હિતમાં પાછો ખેંચે એવી માંગણી હરીશ વસાવા (વાડી) એ કરી હતી.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

સુરત: પોલીસની દાદાગીરી : નાના વરાછામાં લારીવાળાને જવા દેવાની વિનંતી કરનાર વેપારીને કાપોદ્રા પોલીસે ઢોર માર માર્યો

ProudOfGujarat

ભરૂચ માં મેઘરાજાની તોફાની બેટીંગ-વાતવરણ માં ઠંડક પ્રસરી-વીજળી ના કડાકા થી વાદળો ગુંજી ઉઠ્યા…….

ProudOfGujarat

ડાંગ-ચીચપાડા ગામમાં ઝઘડો થતાં પત્નીની હત્યા કરી પતિ ફરાર..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!