121 આદિવાસી ગામોમાં જમીનસંપાદન પ્રક્રિયા બંધ કરવા માટે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના 121 આદિવાસી ગામોમાં થતી જમીન સંપાદનની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે સરકાર બંધ કરે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર ઉમરપાડા મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આપવામાં આવ્યું હતું.
વિકાસના નામે આદિવાસી વિસ્તારમાં મોટા ડેમ, નહેર, રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે જે બંધ કરવું જોઈએ ગરીબોની મુસાફરી કરી રોજીરોટી માટે સસ્તા ભાડામાં ચાલતી ઉમરપાડા કોસંબા ટ્રેન પણ બંધ કરી દેવામાં આવી જે ચાલુ કરવાની માંગણી પણ કરી છે. આ બાબતે 121 ગામોનો આદિવાસી સમાજના વિસ્થાપિત ગામો માટે ઉમરપાડા કોંગ્રેસ હમેશા સમર્થન કરશે આ પ્રસંગે ઉમરપાડા કોંગ્રેસ તાલુકા સમિતિ પ્રમુખ હરિશ વસાવા, જગતસિંહભાઈ, રામસિંગભાઈ, ભુપેન્દ્રભાઈ, નટુભાઈ વગેરે કાર્યકરો હાજર રહીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.