ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર ચાલો ખેતરે કાર્યક્રમ હેઠળ કેવડી વિસ્તારના ગામડાઓમા ખેડૂત ભાઈઓને મળી તેમના ખેતર અને તેમની હાલત વિશે વાતચીત કરી ખેડૂતે પોતાની આપત્તિ જણાવતા આગેવાનો ચોંકી ઊઠયા હતા તેમણે જણાવ્યું કે ખેતી આજે ખર્ચાળ બની ગઈ છે, બિયારણ મોંઘું છે, કામના બદલામાં જેટલું વળતર મળવું જોઈએ તે તેટલું મળતું નથી. દેશનો તાત ખેડૂત પર મોટી આફત આવી પડી છે, વીજળી સમયસર મળતી નથી, પિયત માટેની કોઈ સુવિધા નથી આકાશી વરસાદ પર આધાર રાખવો પડે છે. કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધ કાયદાથી ખેડૂત બરબાદ થવાનો છે પોષણક્ષમ ભાવ મળવાના નથી, ટેકાના ભાવ મળવાના નથી મલ્ટીનેશનલ કંપનીને લાભ થવાનો છે. અમારી ખેડૂતોને માંગણી છે કે આ ત્રણ કાયદા પરત ખેંચાઈ એવી વિનંતી છે.
આ પ્રસંગે ઉમરપાડા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હરીશ વસાવા, નટુભાઈ શંકરભાઈ, અશોકભાઈ, ભુપેન્દ્ર હિતેશ પટેલ વગેરે હાજર રહી ખેડૂતો સાથે સંવાદ કરી એમની મુશ્કેલીઓ જાણી હતી.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.