આવનાર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખી ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સંગઠનની નવા માળખાની રચના કરવામાં આવી, જેમાં આજે ૧૪ સભ્યોની સંગઠનની યાદી બહાર પડતાં તાલુકા જિલ્લા અને ચૂંટણીનો માહોલ જામશે મળતી વિગતો મુજબ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના સંગઠનની રચના થઈ છે, તેમાં પ્રમુખ અને મહામંત્રી, ઉપપ્રમુખ મંત્રી અને કોષાધ્યક્ષ નિમણૂક કરવામાં આવી છે.
પ્રમુખ તરીકે હરીશ વસાવા (વાડી), ઉપપ્રમુખ દિનેશભાઈ (ઘાણાવડ), ગણપતભાઇ (નસારપુર), કૌશિકભાઇ (ઉભારીયા), સુંદરભાઈ (આમલીડાબરા), ભીમસિંહ ભાઈ(ચારણી). મહામંત્રી તરીકે શંકરભાઈ (કાલીજામણ), હિતેશ પટેલ (કેવડી), મુકેશભાઈ (નસારપુર), મંત્રી તરીકે માનસિંહ (સેવલાંણ), સુભાષભાઇ (નાની બિલવાણ), જયદીપ ( જીમ્મી) (વાડી), કિરણ (વાડી) ગેરિયાભાઇ, ( ઝુમાવાડી), કોષાધ્યક્ષ તરીકે રાયસીંગ બીલીયા વસાવા, તેમજ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના સેવાદળના પ્રમુખ તરીકે ભુપેન્દ્રભાઈ વસાવા (ઉમરપાડા) તેમજ આદિજાતિ મોરચા એસટી સેલના પ્રમુખ તરીકે અશોકભાઈ(ગોવટ) નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક ઉમરપાડાનાં કોંગ્રેસના આગેવાન નટુભાઈ (ચારણી), નારસિંગભાઇ (રાણીકુંડ), રામસિંહ વસાવા (ચાવડા), મુળજી પટેલ (ઉમરપાડા), અજીત વસાવા (ચિતલદા) આ નિમણૂકને આવકારીને અભિનંદન પાઠવ્યા છે. કોંગ્રેસને મજબુત દિશામાં લઈ જવાની નવયુવાન ટીમોને હાકલ કરી છે.
આ તબક્કે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષારભાઈ ચૌધરીનો નવનિયુક્ત ઉમરપાડા કોંગ્રેસના પદાધિકારીઓએ તેમજ પ્રમુખ ઉમરપાડા કોંગ્રેસ સમિતિ હરીશ વસાવાએ આભાર માન્યો છે.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.