ઉમરપાડા તાલુકામાં જંગલની જમીન ખેડતા આદિવાસી ખેડૂતોને કાયદેસરના હક પત્ર આપી ૭/૧૨ અને ૮અ ની નકલ આપવાની માંગ સાથે આદિવાસી મુક્તિ મોરચા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આદિવાસી મુક્તિ મોરચાનાં સંયોજક અખિલભાઈ ચૌધરી અને કાર્યકર્તાઓએ જિલ્લા કલેકટરને તેમજ રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લખેલું આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું કે છેલ્લા 14 વર્ષથી જંગલની જમીન ખેડતા આદિવાસી ખેડૂતોને તેના હક અધિકારો મળ્યા નથી. વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ અનુસંધાને તેઓને અધિકાર આપો તેમજ જંગલની જમીન ખેડતા ખેડૂતોની પેન્ડિંગ દાવા અરજીનો તાત્કાલિક નિકાલ કરી તેમને સનદો આપવા આવે. હાલ સુધી ડેવલોપમેન્ટ પ્રક્રિયા અધિનિયમ 2006 મુજબ થઇ નથી તેનું અમલીકરણ કરવામાં આવે વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારી કે દિન ૩૦ માં ખેડૂતો ને ૭/૧૨ અને ૮ અ ની નકલો નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આદિવાસી મુક્તિ મોરચાનાં કાર્યકરો આંદોલન કરશે.
ઉમરપાડા તાલુકામાં જંગલની જમીન ખેડતા આદિવાસીઓને અધિકાર પત્ર આપી ૭/૧૨ અને ૮/અ ની નકલ આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement