ઉમરપાડા તાલુકામાં ખેડૂત દ્વારા અપાયેલ ભારત બંધને સમર્થન મળ્યું છે. આજે આ સજજ બંધને કારણે કેવડી બજાર સવારથી જ બંધ કરાવવા કોંગ્રેસના કાર્યકરો અને ભાજપાનાં કેવડીનાં સરપંચનાં પતિ અમીસ વચ્ચે કેવડી બજાર બંધ કરાવવા બાબતે કોંગ્રેસના આગેવાન નટુભાઈ (ચારણી) સાથે ચકમક થતાં એક તબક્કે વાતાવરણ ગરમ થઇ ગયું હતું. આ બાબતે પોલીસ આવી પડતાં મામલો શાંત પડયો હતો. ઉમરપાડાનાં વાડી, ચિતલદા, વહાર, બલાલકુવા, ઉમરખાડી, સરવણ, ફોકડી, ટુડી, ચારણી, ગોવટ જેવા ગામોમાં સંપૂર્ણ ખેડૂત આંદોલનને ટેકો આપી નાની ફોક્ડી દુકાનો બંધ રાખવામાં આવી હતી. હીરાના કારખાનાઓ પણ બંધ જોવા મળ્યા હતા, ઉમરપાડા ખેડૂતોની પ્લસ મંડળી બંધ રહી હતી.
આ પ્રસંગે હરીશ વસાવા ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, નટુભાઈ વસાવા, અજીતભાઈ વસાવા, મથુરભાઈ વગેરે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ બંધને સફળ બનાવવા પ્રયત્ન કર્યા હતા.
ઉમરપાડા તાલુકામાં ખેડૂત આંદોલન : કેવડી ઉમરપાડાનાં બજારો બંધ રહ્યા…
Advertisement