Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડા તાલુકાનાં ઊભારિયા ગામે એસ.ટી. બસની બ્રેક ડાઉન થતાં મુસાફર અટવાયા.. જાણો વધુ.

Share

ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામે રાત્રી રોકાણ કરતી એસ.ટી બસ સતત ત્રણ દિવસથી ખોટકાતા સ્થાનિક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે આ સંદર્ભમાં ઉભારીયા ગામના સરપંચ દ્વારા એસટી તંત્ર વિરુદ્ધ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
ઉભારિયા ગામના સરપંચ દ્વારા થયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ સુરત ડીવીઝનમાં સમાવિષ્ટ બારડોલી ડેપોમાંથી સુરત ઉભારીયા નાઈટ રૂટનું સંચાલન કરવામાં આવે છે સદર હું એસ.ટી બસનો લાભ મહદંશે નોકરિયાત વર્ગ રત્ન કલાકારો તેમજ મજૂરીકામ કરતા લોકો લેતા હોય છે અંતરિયાળ આદિવાસી ગ્રામ્ય પંથકની પ્રજા માટે આ એસ.ટી રૂટ ખૂબ જ આશીર્વાદરૂપ પુરવાર થયો છે તેમ છતાં લોક ડાઉન પછી આ એસ.ટી બસ ચાલુ કરવામાં આવી છે ત્યારથી જવાબદાર અધિકારીઓ દ્વારા આ રૂટ બંધ કરી દેવાના બદૃ ઇરાદાથી તદ્દન ભંગાર બસ આ રૂટ પર દોડાવવામાં આવી રહી છે સદર હુ અતિ મહત્વનાં રૂટ ઉપર માત્ર કલર કામ કરીને GJ 18 Z 2597 નંબરની તદ્દન ભંગાર બસ મોકલવામાં આવે છે જેથી તારીખ 10 થી સતત બ્રેક ડાઉન થતા મુસાફરો અટવાઈ ત્રણ દિવસથી પરેશાની ભોગવી રહ્યા છે એસ.ટી વિભાગના અડિયલ અધિકારીઓની ફરજમાં બેદરકારીના કારણે એસ.ટી તંત્રને પણ આર્થિક નુકસાન થયું છે. આ બાબતે બારડોલી એસ.ટી ડેપોના જવાબદાર અધિકારી વિરુદ્ધ તટસ્થ તપાસ કરી સખત પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ પ્રજાના હિતમાં સારી કન્ડિશનમાંવાળી એસ.ટી બસ આ રૂટ પર દોડાવવામાં આવે અને જૂના સમય પ્રમાણે 5:35 કલાકે ઉપાડવામાં આવે તે જરૂરી છે તેવી માંગ કરવામાં આવી છે
વધુમાં સુરત ગ્રામ્ય ડેપો નંબર 1 માં થી દોડાવવામાં આવતી સુરત દેવમોગરા રાત્રિ રોકાણ બસ વાય ઉભારીયા ચાલુ કર્યાના ગણતરીના દિવસોમાં જ આવક ઓછી મળતી હોવાના બહાને તદ્દન વાહિયાત કારણ બતાવી બંધ કરી દેવામાં આવી છે, જે બાબત ઉચિત નથી પરંતુ મુખ્ય કારણ હાલમાં કોરોના વાયરસે ગ્રામ્યપંથકને પણ લપેટમાં લીધો હોય લોકો જરૂરી કામો સિવાય બહાર નીકળવાનું ટાળે છે તેમજ એસ.ટી બસના કર્મચારીઓ નક્કી કરેલા સમય કરતાં અડધો કલાક એસ.ટી બસ વહેલી ઉપાડતા હોવાથી મુસાફર જનતાને લાભ મળ્યો નથી જેના કારણે એસ.ટી બસની આવક ઓછી થઈ હોય છતાં એસ.ટી તંત્રના જવાબદાર અધિકારીઓના તઘલખી નિર્ણય કરી પ્રજાને પરિવહન સુવિધા વંચિત રાખવાનો કોઈ અધિકારીને અધિકાર નથી એસ.ટી રુટ બંધ કરવા માટે જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે એસ.ટી.બસને પુનઃ શરૂ કરવામાં આવે તેવી લિખિત ફરિયાદો સાથેનો ગંભીર અહેવાલ વાહન વ્યવહાર મંત્રી રાજ્યપાલ જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રી સહિત તમામ અધિકારી પદાધિકારીને મોકલવામાં આવેલ છે.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

વડોદરાની MSUની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં NSUIનો ભવ્ય વિજય, ABVP ના સુપડાસાફ થતા કેમ્પસ માં કહી ખુશી કહી ગમ ના દ્રશ્યો…..

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાઇ.

ProudOfGujarat

ભરૂચના આંબેડકર ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!