ઉમરપાડા તાલુકાના કોંગ્રેસ સમિતિની વાડી જિલ્લા પંચાયતસીટ ઘાણાવડ જિલ્લા પંચાયત સીટની બેઠક સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાનીમાં મળી. કેવડી ગામના ડેપ્યુટી સરપંચ છનાભાઈ, હિતેષભાઇ પટેલ સહીત 30 જેટલાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા.
ઉમરપાડા તાલુકાના વાડી જિલ્લા પંચાયતની બેઠક કેવડી ખાતે મળી હતી અને ઘાણાવડ જિલ્લા પંચાયતની બેઠક ખોડાંબા ગામે મળી હતી.
આ પ્રસંગે હરીશ વસાવા વાડીએ જણાવ્યું હતું કે દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે દેશનું દેવું કુસકે કે અને ભૂસકે વધી રહ્યું છે બાળક જન્મે છે ત્યારથી જ દેવામાં જન્મે છે. ધંધો-રોજગાર માટે જીવના જોખમે યુવાનો કંપનીઓમાં નોકરી ઉપર જાય છે ત્યારે રસ્તામાં પોલીસ એમને પકડી દંડીય કાર્યવાહી કરે છે. ફક્ત ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી.
માંડવી મત વિસ્તારના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું કે યુપીનાં હાથરસમાં ઘટના બની દેશ ડગમગી ગયો તેથી હાથરસની દીકરી મનીષાને ન્યાય મળે એવી માંગણી કરી હતી. ખેડૂતોને તાત્કાલિક ધોરણે એમના ખાતામાં નુકસાનની રકમ જમા કરવાની પણ તેમણે માંગણી કરી છે. કોંગ્રેસના ડિજિટલ મેમ્બરશિપ બનાવવા સંયોજકોને જણાવ્યું અને વધુમાં વધુ કોંગ્રેસ કાર્યકર બનાવવા અનુરોધ કર્યો હતો અને સંગઠનને વધુ મજબૂત કરી ચૂંટણી જીતવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે હરીશ વસાવા, જગતસિંહ વસાવા, નટુભાઈ, અજીતભાઈ રામસિંગભાઈ મૂળજીભાઈ વસાવાએ પ્રવચન કર્યું હતું વગેરે કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.