ઉમરપાડા તાલુકા મથકની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા ઇ-ગ્રામ વી.સી.ઇ. કર્મચારીઓએ કમિશન પ્રથા બંધ કરી પગાર આપવાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું છે.
ગુજરાત સરકારની વિશ્વ ગ્રામ યોજના હેઠળ તાલુકા મથકની સરકારી કચેરીઓમાં ઇ-ગ્રામ વી.સી.ઇ. તરીકે ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ પ્રશ્નોના નિરાકરણની માંગ ઉઠી રહી છે જ્યારે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી મહત્તમ યોજનાઓમાં કોમ્પ્યુટર વર્ક વધી રહી છે તેમજ આવક જાતિના જન્મ-મરણના દાખલા સહિતની મહત્વની કામગીરી આ કર્મચારીઓ કરી રહ્યા છે છતાં સરકાર દ્વારા વારંવારની રજૂઆતો પછી કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી જેથી વી.સી.ઇ. મંડળ ઉમરપાડાના પ્રમુખ નરેશભાઈ એસ વસાવા, મહિનેશભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ સહ કર્મચારીઓએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી કમિશન પ્રથા બંધ કરાવી પગાર ધોરણ નક્કી કરવામાં આવે વર્ષ 2019 માં કિસાન નિધિ સન્માન યોજના, પી એમ આવાસ આધાર સેડીગ તેમજ ગત ચૂંટણીની કામગીરીનું મહેનતાણું કર્મચારીઓનું બાકી છે તે ચૂકવવામાં આવે વીમા સુરક્ષાનો લાભ આપવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે. અંતમાં તેમણે જણાવ્યું કે અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં કામગીરી બંધ કરીશુ તેવી ચીમકી ઉચ્ચારી છે.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.
ઉમરપાડામાં ઇ-ગ્રામ વી.સી.ઇ. કર્મચારીઓએ કમિશન પ્રથા બંધ કરી પગાર આપવાની માંગ કરી તાલુકા વિકાસ અધિકારીને સામુહિક રજૂઆત કરવામાં આવી.
Advertisement