Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડાનાં શરદા ગામનો ડુબાઉ પુલ ઊંચો બનાવવા લોકમાંગ કરવામાં આવી.

Share

ઉમરપાડા તાલુકાના શરદા ગામે નદી ઉપરનો ડુબાઉ પુલ ચોમાસાની ઋતુ દરમિયાન વારંવાર વરસાદી પૂરમાં ગરકાવ થઇ જતા ગ્રામજનોએ ઊંચો બનાવવાની માંગ કરી છે
શરદા ગામેથી પસાર થતી નદી ઉપર વર્ષો પહેલા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ પુલ નીચો હોવાથી વારંવાર વરસાદી પૂરને કારણે પુલ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ થઈ જાય છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન આ પુલ અનેકવાર પાણીમાં ગરકાવ થયો છે જેથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે તેમજ નીચા પુલ ઉપર પાણી પસાર થતું હોય ત્યારે કેટલીકવાર નાસમજ લોકો પુલ ઉપરથી પસાર થાય છે ત્યારે પાણીના પ્રવાહમાં તણાઈ જઈ જીવ ગુમાવતા હોય છે. આવી ઘટના અગાઉ અનેકવાર બની છે સરકારી તંત્ર ગ્રામજનોની મુશ્કેલીને ધ્યાનમાં લઇ વહેલી તકે ઊંચા પુલનું નિર્માણ થાય એ દિશામાં જરૂરી કાર્યવાહી કરી નદી ઉપર ઊંચો પુલ બનાવે તેવી આશા અને અપેક્ષા ગ્રામજનો રાખી રહ્યા છે.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને જીલ્લા પોલીસ વડા નો લોક દરબાર યોજાયો

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના ટંકારીયા થી પાલેજ રોડ પર આજ રોજ બપોર ના સમયે અચાનક એક કાર માં ભીષણ આગ ના પગલે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો………

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નાણા વર્ષ 2023ના પરિણામો: વેરા પછીનો નફો (પીએટી) 36% વધીને રૂ. 17.29 અબજ થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!