Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકામાં તમામ ગામડાઓમાં કોરોના કાળમાં છઠ્ઠીવાર સસ્તા અનાજની દુકાનો પર વિના મૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો.

Share

છેલ્લા છ માસ કરતા વધુ સમયથી દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકડાઉનમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવતા અનેક કામ ધંધા બંધ થઈ ગયા હતા આ સમયે બે ટાઈમ ભોજન મેળવવા માટે મજુર વર્ગ માટે ભારે મુશ્કેલ બન્યું હતું એવા સમયે સરકાર તરફથી ગરીબ મજૂર વર્ગ માટે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો મારફતે વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી આજદિન સુધીમાં આજે તારીખ 26 મીથી છઠ્ઠી વાર વિનામૂલ્યે ગરીબ અને મજૂર પરિવારોને અનાજ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉમરપાડા તાલુકામાં 19,395 હજાર કરતાં વધુ રેશનકાર્ડ ધારકોને તાલુકામાં કાર્યરત 24 સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો ખાતેથી આજે વહેલી સવારથી જ અનાજ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ અંગે ઉમરપાડા તાલુકાના પુરવઠા વિભાગના નાયબ મામલતદાર વસાવા સાહેબે જણાવ્યું કે આ અંગેનો અનાજ પુરવઠો તમામ દુકાનો ખાતે મોકલી આપવામાં આવ્યો છે સાથે દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ રાખી અનાજ રહેવાનું રહેશે એમ નાયબ મામલતદાર મૂળજીભાઈ વસાવાએ જણાવ્યું હતું.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં પર પ્રાંતિય શ્રમજીવીઓ વતન જવા રવાના થઈ રહ્યા છે ઉદ્યોગોમાં પગારનાં ઠેકાણા અને કોન્ટ્રાકટરો પાસે કામદારને પગાર ચુકવવાનાં રૂપિયા નથી.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો માર્ગ ધૂળિયો બનતા વાહન ચાલકો ત્રાહિમામ

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વેલાછા ગામે કોસંબા પોલીસના નવા આઉટ પોસ્ટનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!