Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડા તાલુકાનાં ૧૦ ગામો દ્વારા નં. ૧ થી ૧૧ સુધીની વન સમિતિઓની માંગણીઓનું કાયમી નિરાકરણ કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

ગુજરાત રાજ્યના સરકારશ્રી દ્વારા ઉમરપાડા તાલુકાના વન સમીતીઓને ફાળવેલ કંપારટમેન્ટ અલગથી જે-તે ગામના વન સમીતીઓને વન ઉછેર તેમજ વન પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી દરેક સમીતી સંતોષકારક પોતાના કાર્ય વિસ્તારમાં ફાળવણીનો કંપારટમેનટમાં ફરજ બજાવતા હોય છે તેમજ આદીવાસીઓનાં વન બોર્ડરને અડીને આવેલ જમીન માલીકોને ઉભા પાકની નુકસાની તેમજ વન કંપારટની નુકસાની દર વર્ષે ભરવાડ માલધારીઓ સમાજ દ્વારા વ્યાપક પ્રમાણમાં ભેલાણ કરવામાં આવે છે. ભરવાડ સમાજનાં આગેવાનોને આદીવાસી સમાજ દ્વારા અનેકવાર ભેલાણ ન કરવા જણાવા છતાં સામેથી ઉશ્કેરાયને આદીવાસી ભીલ જંગલી જેવા ન શોભે તેવી ગંદી ગાળો આપી હંમેશા જે-તે વનસમીતીના કંમપારટમેન્ટને તેમજ કંપારટમેન્ટને અડીને આવેલ ખેતી ઉભાપાકની નુકસાની કરતા હોવાથી તેઓને કહેવા જતા સંઘર્ષમાં ઉતરી આવતા હોય છે.

જેથી નં. ૧ થી ૧૧ ગામોના ફાળવેલ કંપારટમેન્ટ મુજબ હેક્ટર આકારની જનરલ ગણતરી કરતાં સમીતીના ગામોને પશુપાલન નિભાવવા તેમજ વન પર્યાવરણની જાળવણી સાથે જનરલ કુલ વન ખાતાની આકાર દર્શાવતી જમીન માંથી વન પ્લાન્ટેશન અઅર્ધો ભાગ રીઝરવ હોય છે જેમાં સંમતિઓના ગામોના પશુપાલન ચરીયાણ માટે ખુલ્લો મુકાયો છે. જેમા ભરવાડ માલધારી સમાજના ઢોરો દ્વારા કાયમી ચરીયાણ અટકાવી સમિતિઓની માંગણીઓનુ નિરાકરણ કરવા માટે મામલતદારને વનસમીતી દ્વારા માંગ કરવામાં આવી છે કે ફાળવેલ કંપારટમેન્ટમાં ભરવાડ સમાજના ઢોરોને સદંતર બંદ કરાવું, જમીન માલીકોને ઉભા પાકની નુકસાની ભરવાડ સમાજના ઢોરો દ્વારા થતું નુકસાન સદંતર બંધ કરાવું, આદીવાસી ભાઈ બહેનોને ન શોભતી ગંદી ગાળો આપતા ભરવાડ સમાજના અસામાજિક તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા, સમીતીઓના સભાસદો સાથે અને વનકર્મીઓ ઉપર ઉશ્કેરાય સંઘર્ષમાં ઉતરી આવતા હોય તેમજ ચરીયણ અટકાવવા બાબતે તેમજ ઉમરપાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા અમલદાર જે ભરવાડ સમાજનાં પોલીસ ઇન્સ્પેક્ટરએ ચાર્જ લીધો હોય ત્યારથી આદીવાસી સમાજને જાતીવાદની નીતિ અપનાવી ભરવાડોને ઉશ્કેરીને વારંવાર સંઘર્ષ કરાવતા હોય જે કાયદાના ઉલ્લનધન કરી ભરવાડ સમાજને એક તરફી નિર્ણય લેતા હોવાથી તત્કાલ ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વિલંબ કરવામાં આવશે તો આદીવાસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી મુખ્ય મંત્રીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગૃહમંત્રીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, વન આદીજાતિ અને પર્યાવરણ મંત્રીશ્રી રાજ્ય ગાંધીનગર, તેમજ સુરત જીલ્લા કલેકટરશ્રીને સંબોધીને જુના ઉમરપાડા ટેડગા ફળીયું, બરડી, ચંદ્રપાડા,ગોપાલીયા અને પાચઆંબા સહિત બીજા પાંચ ગામો આમ ૧૦ ગામના ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ

Advertisement

Share

Related posts

અમદાવાદમાં આવતીકાલે રિવરફ્રન્ટ સહિત આ રૂટ પર જતાં પહેલાં ચેતજો, જાણો ક્યાં અપાયુ ડાયવર્ઝન

ProudOfGujarat

વિરમગામમાં “ગુજરાત તારો જય થાઓ” થીમ પર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ અવકાશ સપ્તાહ’ ની ઉજવણીનો કરાયો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!