અગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીની બેઠકોની ફાળવણી કરતું જાહેરનામું રાજય ચૂંટણી આયોગે જાહેર કરતા સુરત જિલ્લામાં જે પ્રમાણે જિલ્લા પંચાયતની બેઠકો ફળવાઇ છે. તેમાં મહત્તમ આદિવાસી વિસ્તારોમાં મોટા ભાગની બેઠક જનરલ જાહેર થતાં જ આદિવાસી વર્ગમાં ભારે આક્રોશ ફેલાયો છે. ખાસ કરીને યુવા વર્ગમાં જબરજસ્ત આક્રોશ જોવા મળે છે. જિલ્લામાં જે તાલુકામાં ૭૫ થી ૮૦ ટકા આદિવાસી મતદારો છે, તે વિસ્તારની બેઠકો જિલ્લા પંચાયતના ઉમેદવારો માટે જનરલ કરી દેવાતા ભારે રોષ ફાટ્યો છે. ઉમરપાડા તાલુકાની 33 વાડી બેઠક (સામાન્ય સ્ત્રી) ફાળવી દેવાતા આદિવાસી સમાજમાં ખૂબ જ નારાજગી જોવા મળે છે. આ જિલ્લા પંચાયતના મતવિસ્તારમાં વાડી તાલુકા પંચાયતમાં ૪૦૦૦ મતદારો આદિવાસી છે. નસારપુર તાલુકા પંચાયતમા ૪૨૦૦ મતદાર આદિવાસી, સરવણ ફોકડી તાલુકા પંચાયતમા ૪૦૦૦ મતદાર કેવડી તાલુકા પંચાયતમાં ૪૮૦૦ મતદાર, બલાલકુવા તા.પંચાયતમાં ૩૮૦૦ મતદાર, ઉમરખાડી તા.પંચાયતમા ૩૯૦૦ મતદાર, ઉચવાણ તા. પચાયતમા ૧૫૦૦ મતદાર, ઉંમરઝર તાલુકા પંચાયત ૪૧૦૦ મતદાર આદિવાસીઓ હોય આમ અંદાજીત ૩૨૦૦૦ આદિવાસી મતદાર છે, ત્યા કુલ મતદાનમાંથી ૫% પણ સામાન્ય મતદાન નથી, ત્યાં વાડી જિલ્લા પંચાયત સામાન્ય સ્ત્રી બેઠક ફાળવતા હરિશ વસાવાએ સખત શબ્દોમાં વખોડી કાઢયો છે અને આદિજાતિ અનામત સ્ત્રી અથવા પુરુષ શીટની માંગણી કરી છે. તેવી જ રીતે માંગરોળ તાલુકાની ઝંખવાવ ( સા.શે.પછાતવગૅ ) ને ફાળવી દેવાતા માગરોળ તાલુકામાં પણ ભારે રોષ આદિવાસીઓમાં ફાટી નીકળ્યો છે, આમ આદિવાસી વિસ્તારની બેઠકો જનરલ વર્ગ માટે ફળવાતા ભારે નારાજગીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં ટ્રાયબલ વિસ્તારની એસટી આદિવાસીની સીટો રિઝર્વ હતી તે આ સિમાંકનમા બિન અનામત સામાન્ય કરી દેવામાં આવેલ છે. જેનાથી આદિવાસીઓના અધિકાર સમાપ્ત થઈ જશે.પેસા એક કાયદાનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. અમારી રજૂઆત સરકારશ્રીમાં પહોંચડાવા અમારી નમ્ર અપીલ છે. આ પ્રસંગે ઉમરપાડા કલેકટરશ્રી સુરતને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં હરિશ વસાવા રામસિંગભાઈ વસાવા નટવરસિંહ વસાવા હિરાલાલભાઇ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ બી મૈસુરીયા, વાંકલ, સુરત.