ઉમરપાડા તાલુકા આદિવાસી સમાજના યુવા કાર્યકરોએ વ્યારામાં 14 વર્ષીય આદિવાસી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર મુસ્લિમ યુવકને ફાંસીની સજા આપવાની માંગ સાથે ઉમરપાડા તાલુકા મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ઉમરપાડા કેવડી ગામનાં આદિવાસી યુવા કાર્યકર અરવિંદભાઈ વસાવા નેતૃત્વ હેઠળ કૃપાલસિંહ વસાવા સહિતનાં યુવા કાર્યકરોએ ઉમરપાડાનાં મામલતદાર બી.સી.ગામિતને આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું કે તાજેતરમાં વ્યારા ખાતે એક હાઇરાઇઝ બિલ્ડિંગમાં 7 માં માળે સોયબ રાહતખાન પઠાણ નામના મુસ્લિમ યુવકે મરજી વિરુદ્ધ 14 વર્ષીય આદિવાસી યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ભૂતકાળમાં તાપી જિલ્લામાં આદિવાસી સમાજની અભ્યાસ કરતી કડિયા કામ કરતી યુવતીઓને મુસ્લિમ સમાજનાં યુવકોએ અનેકવાર શિકાર બનાવી છે. આદિવાસી સમાજની બહેન દીકરીઓને આ ઈસમો સામદામ દંડ સહિત તમામ નીતિ અપનાવી પ્રેમ જાળમાં ફસાવે છે. તાપી જિલ્લો બહુલ આદિવાસી વસ્તી ધરાવતો હોવા છતાં સંગઠીતતા આભાવે લઘુમતીઓનાં શોષણનો ભોગ સમાજનાં લોકો બની રહ્યા છે ત્યારે આદિવાસી યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર મુસ્લિમ યુવકને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી છે.
ઉમરપાડા આદિવાસી સમાજ યુવા કાર્યકરોએ વ્યારામાં આદિવાસી યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર મુસ્લિમ યુવકને ફાંસી આપવાની માંગ કરી ઉમરપાડાનાં મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું.
Advertisement