ઉમરપાડા તાલુકાનાં બિલવણ ગામે આવેલ સરકારી સસ્તા અનાજની દુકાનનાં સંચાલક દ્વારા લોક ડાઉનનાં સમય દરમિયાન ત્રણ ગામના 150 કુટુંબોને સરકારી અનાજ મફત આપવામાં નહીં આવતા લોકો મામલતદાર કચેરીમાં રજૂઆત કરવા આવ્યા હતા.
ઉમરપાડા તાલુકાનાં બરડીપાડા હલધરી વડપાડા સહિત ત્રણ ગામના ૧૫૦ જેટલા આદિવાસી કુટુંબોને લોક ડાઉનનાં સમય દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલ મફત અનાજ સરકારી સસ્તા અનાજની દુકાનનાં સંચાલક દ્વારા આપવામાં આવેલ નથી જેથી ત્રણ ગામના કુટુંબોને સરકારી અનાજ આપવાની માંગ સાથે થોડા દિવસ અગાઉ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ જવાબદાર સરકારનાં અધિકારીઓ અને દુકાનનાં સંચાલક મારફત આ કુટુંબોને અનાજ આપવામાં આવેલ નથી જેના કારણે સરકારી મફત અનાજથી વંચિત રહેલા ગરીબ પરિવારો પોતાના હકનાં અનાજ માટે ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને અનાજ તાત્કાલિક ધોરણે ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સંદર્ભમાં ઉમરપાડા તાલુકા કોંગ્રેસ અગ્રણી નારસિંગભાઈ વસાવાએ જણાવ્યું કે 150 કુટુંબોને પોતાના હકનું અનાજ નહીં મળે તો કોંગ્રેસ સમિતિ આવનારા દિવસોમાં જિલ્લા અને તાલુકા કક્ષા સુધી ન્યાય માટે લડત કરશે.
ઉમરપાડા : બિલવણ ગામની સરકારી સસ્તા અનાજની દુકાનનાં સંચાલક દ્વારા લોક ડાઉન દરમિયાન 150 કુટુંબોને મફત અનાજ નહીં અપાતા લોકો મામલતદાર કચેરીએ રજૂઆત માટે આવ્યા.
Advertisement