ઉમરપાડા તાલુકો આદિવાસી બહુલક વિસ્તાર છે આદિવાસી વિસ્તારનાં વિકાસ માટે તેમની સંસ્કૃતિ જાળવી રાખવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ ત્યારે તાલુકા ખાતે ત્રણ રસ્તા પર આદિવાસી જનનાયક બિરસા મુંડા નામનાં સર્કલનું નામકરણ કરી ત્યાં ટ્રાયબલ સબ પ્લાનની ગ્રાન્ટમાંથી બિરસા મુંડાની પ્રતિમા બનાવવા માટે અને વિનંતી કરી તેમજ ઉમરપાડા તાલુકા આદિવાસી બહુલક હોવા છતાં એક પણ આદિવાસી જનનાયકની પ્રતિમા ન હોવીએ આદિવાસી માટે શરમજનક બાબત છે માટે આપ મામલતદાર સાહેબને અમો આવેદનપત્ર આપી ઉમરપાડા તાલુકા આદિવાસી સમાજ તરફથી વિનંતી છે કે ટ્રાયબલ સબ પ્લાન ગ્રાન્ટમાંથી ઉમરપાડા ત્રણ રસ્તા પર મૂર્તિનો સ્થાપના કરવામાં આવે જેથી વાસ્તવિક બિરસા મુંડાનાં આકારની આદિવાસી સંસ્કૃતિ ઉજાગર થાય આ અંગે તાત્કાલિક કાર્યવાહી થાય એવી આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે. આ પ્રસંગે વસાવા નિહાર એમ. વસાવા, દિવ્યા એમ. વસાવા, ગજેન્દ્ર આર. વસાવા, એલિસન વી. વસાવા, સિતમકુમાર આર. હાજર રહ્યા હતા.
ઉમરપાડા ત્રણ રસ્તા ખાતે બિરસા મુંડા સરકારનું નામકરણ કરી ટ્રાયબલ સબ પ્લાનની ગ્રાન્ટમાંથી જનનાયક બિરસા મુંડાની પ્રતિમા ફાળવી આપવા આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement