પેટ્રોલ અને ડીઝલનાં અસહ્ય ભાવવધારા સામે ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમરપાડા ખાતે અતિશય ભાવ વધારાના વિરોધમાં ધરણાં કરી અને સૂત્રોરચાર કરવામાં આવ્યા આજે પેટ્રોલ-ડીઝલ અંદાજીત રૂપિયા લિટરે ૭૮ રૂપિયા પડે છે. આમ દેશનાં લોકો મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલની સાથે સાથે મિલકતવેરો, સ્કૂલ ફી, લાઇટબિલ માફ કરવા માટે પણ તેઓએ ધરણા યોજ્યા હતા. આજે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા થવાથી આમ જનતા અને ખેડૂતો ખૂબ પરેશાન થઈ રહ્યા છે, દરેક ચીજ વસ્તુઓનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી લોકોને મોઘું મળી રહ્યું છે. જે આમ જનતાને પોસાય એમ નથી એના માટે સરકારને જગાડવા માટે ઉમરપાડાનાં કોંગ્રેસના કાર્યકરો આજે ઉમરપાડા ખાતે કાર્યાલય પર હાજર રહી સૂત્રોચ્ચાર કરી અને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે હરિશ વસાવા નટવરસિહ વસાવા રામસિંહ નારસિંગભાઈ મૂળજીભાઈ વગેરે અનેક કાર્યકરો હાજર રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભાવ ઘટાડવા માટે સરકારને આગળ કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હતી.
પેટ્રોલ-ડીઝલનાં અસહ્ય ભાવવધારા સામે કોંગ્રેસ દ્વારા ઉમરપાડા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણા યોજી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા.
Advertisement