૧૫ મી જૂન 2020 નાં રોજ લદ્દાખ નજીક ગલવાન ઘાટીમાં ચીન અને ભારત દેશની સેના વચ્ચે સીમા બાબતે અથડામણમાં આપણા દેશનાં ૨૦ જેટલા વીર સૈનિકો શહીદ થયા એવા વીર સૈનિકોને નમન કરી દેશની સરહદની રક્ષા કરવા માટે વીરગતિ પામ્યા એવા દેશ માટે બલિદાન આપનારા અમારા દેશના સૈનિકોને નમન કરીએ છીએ. ત્યાગ અને દેશ માટે જે બલિદાન એમને આપ્યું એ ભૂલી શકાય એમ નથી. ઉમરપાડા કોંગ્રેસ પરિવાર તરફથી સૈનિકોને વંદન કરી શ્રદ્ધાંજલિ આપી હતી સાથે સાથે ચીન દેશની સીમા બાબતની દાદાગીરી સામે ભારતીય સૈન્યને અમારા ઉમરપાડા કોંગ્રેસ પરિવાર તરફથી સમર્થન આપીએ છીએ.
દેશનાં સત્તામાં બેઠેલા લોકો ચીનને શા માટે ક્લિનચીટ આપી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે ચીન અમારા વિસ્તારમાં ઘૂસણખોરી કરી નથી છેલ્લા બે મહિનામાં ચીન પેગોંગ તળાવ કબજે કર્યુ છે દેશનાં લોકોને સાચી વાત કરવી જોઈએ અને માફી માંગવી જોઈએ ગલવાન ઘાટીમાં પણ આપણી સીમમાં ચીની સૈનિકો છેલ્લા બે મહિનાથી ઘુસપેઠ કરી ચૂક્યા હતા. આજે સત્તામાં બેઠેલા લોકોએ આજે માની રહ્યા છે કે આપણી સીમામાં ઘૂસણખોરી કરી છે. જેથી પ્રજા સમક્ષ માફી માંગું જોઈએ એવી પણ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે અંતે દેશના સૈનિકોને સલામ શ્રદ્ધાંજલિ આપી નમન કરીએ છે જય હિન્દ જય હિન્દ સૈનિક આ પ્રસંગે હરીશ વસાવા નટવરસિંહ, અજીતભાઈ વસાવા, રામસિંગભાઈ મૂળજીભાઈ અશોકભાઈ શંકરભાઈ વગેરે અનેક કોંગ્રેસી કાર્યકરો હાજર રહીને વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
ઉમરપાડા ખાતે શહીદોની યાદમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.
Advertisement