ઉમરપાડા તાલુકા પંચાયતનાં સભાખંડમાં આજરોજ ઉમરપાડા ટ્રાયબલ સબ પ્લાનનું આયોજન 499 લાખ રૂપિયાના વિકાસ કામોના આયોજન કરાયું. મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા અધ્યક્ષતામાં યોજાઇ. વન સમિતિ ધાણાવડ દ્વારા મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાનાં હસ્તે અનાજ વિતરણ કાર્યક્રમમાં નવ લાખ રૂપિયાનું બિયારણ વિતરણ કરવામાં આવ્યું. ચોમાસાની ઋતુમાં ખેડૂતો વિવિધ પ્રકારનાં ડાંગરની રોપણી કરી વિવિધ અનાજનું ઉત્પાદન કરી શકે. ઉમરપાડા તાલુકા પંચાયતના સભાખંડમાં આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં 499 લાખનાં વિકાસ કામો જેવા કે કૃષિલક્ષી તબીબી, આરોગ્ય પાણી પુરવઠાને લગતા કામો આયોજન, મધ્યાન ભોજન વિવિધ વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. વન સમિતિ ધાણાવડ દ્વારા આજરોજ અનાજ બિયારણ વિતરણ મા.મંત્રી હસ્તે કરવામાં આવ્યું હતું. વિવિધિ જાતિનાં બિયારણો જેવા કે કબીર 508, યુ એસ 312, 6444 વિવિધ પ્રકારનાં અનાજ વિતરણ કરાયું હતું. આ ટકે મા. મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, ટ્રાયબલ સબ પ્લાનના અધિકારીશ્રી , તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા સંગઠનના વાલજી ભાઈ વસાવા, તા. પં. પ્રમુખ દરિયાબેન વસાવા, અમીષ વસાવા, શાંતિલાલ વસાવા, અર્જુનભાઈ વસાવા, ઉપ. પ્રમુખ ગંભીર ભાઈ વસાવા, ધાણાવડનાં સરપંચ શ્રી આનંદાબેન વસાવા તેમજ વન સમિતિ ગણ હાજર રહ્યો હતો.
ઉમરપાડા તાલુકા પંચાયતનાં સભાખંડમાં આજરોજ ઉમરપાડા ટ્રાયબલ સબ પ્લાનનું આયોજન 499 લાખ રૂપિયાનાં વિકાસનાં કામોનું આયોજન કરાયું.
Advertisement