Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : કેવડી ગામનાં કોરોના વાયરસ પોઝિટિવ દર્દી સારા થઇ પરત આવતાં ગ્રામજનોએ ફુલહારથી સ્વાગત કરી તાળીઓનાં ગડગડાટથી અભિવાદન કર્યું.

Share

ઉમરપાડા તાલુકાના કેવડી ગામના કોરોના વાયરસ પોઝિટિવ દર્દી સારા થઇ પરત વતન કેવડી ગામે આવતાં ગામના સરપંચ અને આગેવાનો ગ્રામજનોએ ફુલહાર કરી સ્વાગત અભિવાદન કર્યું હતું. કેવડી ગામમાં મેડિકલ સ્ટોર ચલાવતા મહેન્દ્રભાઈ પુરોહિતના સેમ્પલ રિપોર્ટ કોરોના વાયરસ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે આરોગ્ય તંત્ર દ્વારા સુરત લઈ જવામાં આવ્યા હતા. પંદર દિવસની સારવાર બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા હતા. તેમજ ફરીવાર લીધેલા સેમ્પલનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેથી આજરોજ તા.5 મી ના તેઓ વતન કેવડી ગામે આવતાં ગામનાં સરપંચ વનીતાબેન વસાવા, અમીષ વસાવા સહીત ગ્રામજનો અને વેપારી મંડળનાં સભ્યોએ કોરોના વાયરસને માત આપીને આવેલા મહેન્દ્રભાઈ પુરોહિતનું ફુલહારથી સ્વાગત કરી તાળીઓનાં ગડગડાટથી અભિવાદન કર્યું હતું.

Advertisement

Share

Related posts

પાલેજ સ્થિત કુમાર શાળામાં લર્નિંગ બાય ડુંઈંગ ઇન્ટર સ્કુલ એક્ટિવિટી અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના લીમોદરા પંચાયત ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા

ProudOfGujarat

ભરૂચ : લોકડાઉન દરમિયાન નર્મદાનાં નીર પ્રદુષણથી મુક્ત બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!