સુરત જીલ્લાનાં છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના ઉમરદા ગામની પોસ્ટ ઓફિસ દ્વારા કોરોના વાયરસની મહામારી સમયે કાર્યક્ષેત્રનાં આઠ ગામનાં 500 લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાની સહાય ઘરે-ઘરે જઇ પહોંચાડવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા હાલમા NFSA રેશનકાર્ડ ધારકોને રૂ.1000, કિશાનકાર્ડ ધારકોને રૂ. 2000, મહિલા જનધન ખાતામા રૂ.500 તેમજ ગુજરાત સરકાર દ્વારા સ્ટુડન્ટની સ્કોલરશીપ, વૃદ્ધ પેન્શન યોજના હેઠળ રૂ.680, વિધવા સહાય યોજના હેઠળ રૂ.1260 ની સહાય આપવામાં આવી છે. ઉમરદા ગામની પોસ્ટ ઓફિસ દ્વારા ઘરે-ઘરે જઇ PPB-APP ઍપ્સ દ્વારા કાઢી આપવામાં આવે છે. તેમજ ઉમરદા પોસ્ટ ઓફિસના કાર્યક્ષેત્ર વિસ્તારના આઠ ગામોમા લાભાર્થીઓનાં 500 નવા એકાઉન્ટ ખોલી ડિજીટલ પેમેન્ટ કરવા જાગૃત કર્યા છે. કોરોના વાયરસની સામે સાવચેતીનું ધ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ડિજીટલ ઇન્ડીયાનું સ્વપ્ન પૂર્ણ કરવાનો પ્રયત્ન સ્થાનિક કર્મચારીઓ જે.એમ.વસાવા અને ABPM ના તરુણકુમાર નકુમ સહિત કર્મચારીઓ કરી રહ્યા છે.
ઉમરપાડાનાં ઉમરદા ગામની પોસ્ટ ઓફિસનાં કર્મચારીઓ ઘરે ઘરે જઇ સરકારી યોજનાની રોકડ સહાય ચુકવી રહ્યા છે.
Advertisement