Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના માંડણ ગામે સ્વચ્છતા અભિયાન અને વાનગી સ્પર્ધા યોજાઈ.

Share

ઉમરપાડા તાલુકાની પાડા ગ્રુપ ગ્રામ પંચાયતના માંડણ ગામે સરકારની આદર્શ આવાસ યોજના કાર્યક્રમનાં ભાગરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને પ્રભાત ફેરી સફાઈ અભિયાનના કાર્યક્રમો યોજાયા હતા.

ગામની સામૂહિક જગ્યાએ તેમજ આંગણવાડીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનાં સૂત્રને સાર્થક કરતા ગામના લોકો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉમરપાડા પંચાયતની અલગ-અલગ ગામની આંગણવાડીની બહેનો દ્વારા ખુબ જ સુંદર અને સ્વાદિષ્ઠ ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું જેનો ગામના વડીલો, સભ્યોએ સ્વાદ માણ્યો હતો અને નાના બાળકોને જમાડવામાં આવ્યા હતા. કાર્યક્રમ જી.આર.એસ. હસમુખભાઈ એચ. વસાવાનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સરપંચ તેમજ લોકો એ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વાંકલ ખાતે હર ઘર તિરંગા યાત્રા યોજી 400 મીટર લાંબા તિરંગો લહેરાવ્યો.

ProudOfGujarat

ઝઘડિયાની સીમમાં પ્રદૂષણ ફેલાવતા ડામર પ્લાન્ટ બાબતે રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : ગત મોડી રાત્રીથી જ મુશળધાર વરસાદ વરસતા ભરૂચ જળબંબાકાળ બન્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!