Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં કેવડી કેન્દ્રની ટીમ વિજેતા બની.

Share

મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ અગ્રણી ઓ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા ચોખવાડા ગામના સરપંચ શિવાજીભાઈ વસાવા વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું આ સમયે સાથે પ્રાથમિક શિક્ષક સંઘના તાલુકા સંગઠન પ્રમુખ બીપીનભાઈ વસાવા મહામંત્રી સંજયભાઈ, બી આર સી અલ્પેશભાઈ જિલ્લા પ્રાથમિક સંગઠનના સલાહકાર સમિતિના કન્વીનર અનિલભાઈ ચૌધરી તથા ટીચર સોસાયટીના પ્રમુખ ગણપતભાઈ વસાવા મહામંત્રી શિંગાભાઈ વસાવા ઉપસ્થિત રહી તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. કેવડી કેન્દ્રની ટીમ વિજેતા બની હતી અને રનર્સ ટીમ ચોખવાડા ઉમરદા થઈ હતી. વુમન ઓફ ધ મેચ રીનાબેન કેવડી વુમન ઓફ ધ સીરીઝ ગીતાબેન કેવડી બેસ્ટ બોલર શાંતાબેન ઉમરદા પસંદગી પામ્યા હતા તેમજ સંગઠન વતી ક્રિકેટ મેચના કન્વીનર અશ્વિનભાઈ સોલંકી અને સંદીપભાઈ આહીર એ સુંદર આયોજન કરેલ હતું અંતે તાલુકા સંઘના પ્રમુખએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર શિક્ષક કેવડી અને સંગઠનના મહામંત્રી એ અભિનંદન પાઠવ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વડોદરાના સાવલી તાલુકાના ગોઠડા ગામની સીમના ખેતરમાં કમોસમી વરસાદ ઉપરાંત કેનાલ લીકેજના પાણી ભરાઈ જવાથી ડાંગર અને દિવેલાના પાકને વ્યાપક નુકસાન.

ProudOfGujarat

અંક્લેશ્વર ખાતે ઈન્ડિયન એસો.ઓફ.ઓક્યુપેશનલ હેલ્થનો કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

વડોદરામાં ગેંડા સર્કલથી ગોરવા સુધીના ગેરકાયદે દબાણો દૂર કરાયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!