ઉમરપાડા તાલુકા મામલતદાર કચેરી ખાતે તાલુકા આદિવાસી યુવા સંગઠન અને ગ્રામજનોએ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના પી એસ આઇ ને ગ્રેડ પે બાબતે ઇન્ટરવ્યૂ આપવા મુદ્દે સસ્પેન્ડ કરવાના વિરોધમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શિત કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
ઉમરપાડાના જુમાવાળી ગામના વતની હાલ દ્વારકા જામ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રતિલાલભાઈ વસાવા એ પોલીસ જવાનો, હેડ કોસ્ટેબલ, અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની લાંબા સમયની ગ્રેટ પે અંગેની માંગણી મુદ્દે ગુજરાત તક ન્યુઝ ચેનલને પોલીસ સબ ઇન્સ્પેક્ટર રતિલાલભાઈ વસાવા એ પગાર સ્કેલ વધારા માટે ચાલતી લડત અંગે વાતચીત કરી ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને આ બાબતે એક થી બે દિવસની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર રતિલાલ વસાવાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં. સસ્પેન્ડ અધિકારીનું વતન ઉમરપાડા તાલુકાના જુમાવાડી ગામ છે જેથી ખોટી રીતે સસ્પેન્ડ કરવા મુદ્દે જુમા વાડી ગામના લોકોમાં રોષ ફેલાયો હતો. જુમાવાડી ગામના મહિલાઓ ગ્રામજનો અને તાલુકા આદિવાસી યુવા સંગઠને આ અન્યાય સામે વિરોધ પ્રદર્શન કરી ઉમરપાડા તાલુકા મામલતદાર કચેરી ખાતે કર્યું હતું અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લખેલું એક આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરી જણાવ્યું કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર રતિલાલભાઈ વસાવા એ પોલીસના હક અને અધિકારની વાત કરી એમાં કોઈ ગુનો બનતો નથી પોલીસના હક અને અધિકારની લડાઈના અવાજને દબાવી દેવા માટે રતિલાલભાઈ વસાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આવા ખોટા નિર્ણયનો અમે તમામ આદિવાસી સમાજના લોકો સખત વિરોધ કરીએ છીએ સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને અમારી વિનંતી છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને રતિલાલ વસાવા તાત્કાલિક ધોરણે ફરજ પર લેવા લેવામાં આવે. સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમની તરફેણમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં કરે તો ન છૂટકે આદિવાસી સમાજ સરકાર સામે આંદોલન કરશે તેવી ચીમકી આદિવાસી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ