Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડાના નવાગામ ટુડીના ચેકડેમમાં ડેડીયાપાડાના ભુતબેડા ગામનો ખેડૂત ડૂબ્યો.

Share

ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગામના નવાગામ ટુડી ખાતે આવેલ ચેકડેમ પરથી પસાર થતો ખેડૂત પાણીના વધુ પ્રવાહને કારણે તણાઈ જતા તેનું મોત નીપજ્યું હતું.

સોમાભાઈ નવજીભાઈ વસાવા ઉંમર વર્ષ 55 રહે. ભુતબેડા ગામ તાલુકો ડેડીયાપાડા જીલ્લો નર્મદાનો વતની હતો, સાંજના સમયે ઉમરપાડા નવા ગામ ટુડી ખાતે આવેલ ચેકડેમ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાણીનો પ્રવાહ વધી જતા સોમાભાઈનો પગ લપસ્યો હતો. ચેકડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને પાણીનો પ્રવાહ ઓછો થતાં તેની લાશ ચેકડેમ નજીકથી મળી આવી હતી આ ઘટના સંદર્ભમાં પુત્ર અશોકભાઈ સોમાભાઈ વસાવા ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

રાજપીપળા : સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ઓલિબેન વસાવા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રદ કરતા ભવ્ય આનંદ છવાયો.

ProudOfGujarat

સ્વપ્નમાં થયેલા આદેશને અનુસાર પોતાના 4 મહિનાનાં દીકરાને વડવાળા આશ્રમમાં રબારી પરિવારે દાનમાં આપ્યો..

ProudOfGujarat

કોરોનાનું વધતું સંક્રમણ: પ્રમુખ સંજય સોની ઉતર્યા મેદાનમાં, ભીડભાડ વાળી જગ્યાએ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!