ઉમરપાડા તાલુકાના નસારપુર ગામેથી ઇકો કારની રાત્રી દરમિયાન ચોરી કરી મહારાષ્ટ્રના નાસિક ખાતે કબાડીમાં વેચવા ગયેલા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સગાઈ માલસામોટ ગામના ત્રણ ઇસમોને નાસિક પોલીસે ઝડપી પાડી હતા જ્યારે એક ઈસમ ભાગી છુટ્યો હતો. ઉમરપાડાનાં નસારપુર ગામના સ્ટેશન ફળિયામાં રહેતા દીપકભાઈ મંગળભાઈ ચૌધરી અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે જેથી માલ સામાન લઈ જવા માટે તેમણે મારુતિ સુઝુકી કંપનીની ઇકો કાર નં G J -19 -A F 1298 ખરીદી કરી હતી સાંજે કામકાજ પૂરું કરી કાર તેમણે દુકાનની બાજુમાં પાર્કિંગ કરી હતી અને પરિવાર સાથે સૂઈ ગયા હતા ત્યારે મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈસમો તેમની કાર ચોરી ગયા હતા સવારે તેમને કાર ચોરી થયાની ખબર પડતા તેમણે આસપાસ વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ તેનો ક્યાંય પતો ન લાગતા પ્રથમ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ઘર બેઠા ફરિયાદ નોંધાવવા માટે શરૂ કરેલ ઇ એફ આઇ આર એપ્લિકેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેમજ ઉંમરપાડા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ કારની ચોરી કરનારા ઈસમો કાર ચોરી કરીને મહારાષ્ટ્રના નાસિક ખાતે કારને કબાડીમાં વેચી દેવા માટે પહોંચી ગયા હતા અને કાર કબાડીમાં વેચવાની વાતચીત કરી રહ્યા હતા આ સમયે નાસિક પોલીસના એક બાતમીદારને આ ઈસમ શંકાસ્પદ જણાતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને કાર વેચવા આવેલા ઈસમોને યેન કેન પ્રકારે વાતચીતમાં નાખી સમય પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ ઈસમોને પોલીસ આવે એવી ભનક આવી જતા વાતચીત અધૂરી મૂકી ચાર ઈસમો ત્યાંથી કાર લઇ રવાના થઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસ આવતા પોલીસે આ ઈસમોનો પીછો કર્યો હતો અને આખરે ગાડી રોકી ત્રણ ઇસમોને સ્થળ પરથી પોલીસે ઝડપી લીધા હતા જ્યારે એક ઈસમ રાત્રિનો સમય હોવાથી અંધારાનો લાભ લઈ ભાગી છુટવામાં સફળ રહ્યો હતો ત્યારબાદ નાસિક પોલીસે ગાડી માંથી મળેલ આરસી બુક વીમા પોલિસી વગેરે માંથી ગાડીના માલિક નો મોબાઈલ નંબર શોધી કાર માલિક દિપકભાઈ મંગળભાઈ ચૌધરીનો સંપર્ક કર્યો હતો અને કાર સાથે ત્રણ ઈસમો પણ ઝડપાઈ ગયા હોવાનું જણાવ્યું હતું ચોરી કરનારા ઇસમોએ પોતાના નામ રૂસ્તમભાઈ નગીનભાઈ વસાવા રહે સગાઈ ગામ તાલુકો ડેડીયાપાડા જીલ્લો નર્મદા જશવંતભાઈ રમેશભાઈ વસાવા રહે માલસામોટ ગામ તાલુકો ડેડીયાપાડા જીલ્લો નર્મદા અને પિંકલભાઈ શ્રાવણભાઈ પાડવી જે ગેરેજમાં કારીગર તરીકે કામ કરે છે તે તાલંબા ગામ તાલુકો સાગબારા જિલ્લો નર્મદાનો વતની હોવાનું જણાવ્યું હતું જ્યારે અન્ય એક ભાગી છુટેલા ઈસમ નું નામ મોહનભાઈ વસાવા માલસામોટ ગામ તાલુકો ડેડીયાપાડા જિલ્લો નર્મદા નો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ કાર માલિક દીપકભાઈ ચૌધરી આ ઘટનાની જાણ ઉંમરપાડા પોલીસને કરી હતી જેથી પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ બીટ જમાદાર સતિષભાઈ ધીરુભાઈ સહિત પોલીસ કર્મચારીઓની ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી અને કાર તેમજ ત્રણે આરોપીઓનો કબજો લીધો હતો આ ગુનામાં વપરાયેલ બાઈક નો કબજો લેવા અને ભાગી છુટેલા આરોપીને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ