Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડા તાલુકાના આમલી દાબડા ગામે ૭૩ મો વન મહોત્સવ યોજાયો.

Share

ઉમરપાડા તાલુકાના આમલી દાબડા ગામે તાલુકા કક્ષાનો ૭૩મો વનમહોત્સવ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આમલી દાબડા મોડેલ સ્કૂલ કંપાઉન્ડમાં ગણપતભાઈ વસાવા તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા એ જણાવ્યું કે પર્યાવરણ આપણને સુંદર, હવા જીવન અને જીવન માટે જરૂરી તમામ સંસાધનો પુરા પાડે છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. આજે આપણે સૌ સંકલ્પ લઈએ અને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને ટકાઉ બનાવીશું. વૃક્ષો વાવો, જીવન બચાવો આપણી આસપાસના પર્યાવરણ માટે બહુ મોટું કામ કરી શકાય. ટીપે ટીપે જ સરોવર ભરાય એ કહેવતને યાદ રાખીને બધા લોકો જો પર્યાવરણની સુરક્ષા માટે સજજ થાય તો, આપણું ભવિષ્ય સો ટકા સુરક્ષિત રહેશે. જેથી તાલુકાના ગામોમાં વધુમા વધુ વૃક્ષો રોપવામાં આવે અને તેનુ જતન થાય તેમ જણાવ્યું, આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજુભાઇ વસાવા, જિલ્લા પંચાયતના સદસ્ય મતી દરિયાબેન વસાવા, સુરત જિલ્લા કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમના સંયોજક અને ઉમરપાડા તાલુકાના પ્રભારી રાકેશભાઇ સોલંકી, સુરત જિલ્લા ભાજપના સંગઠન મંત્રી સામસિંગભાઇ વસાવા, સંગઠન પ્રમુખ વાલજીભાઇ વસાવા, મહામંત્રી અર્જુનભાઇ વસાવા, અમિષભાઇ વસાવા, ઉપપ્રમુખ વિપુલભાઇ વસાવા, તાલુકા કારબારી અધ્યક્ષ મોહનભાઇ વસાવા, મહિલા મોરચાના પ્રમુખ મમતાબેન વસાવા, માજી.સિંચાઇ સમિતિના ચેરમેન શાંતિલાલભાઇ વસાવા, રેન્જ ફોરેસ્ટ ઓફીસર વનવિસ્તરણ માંગરોળ જયવદન ગઢવી, તાલુકાના સદસ્યશ્રીઓ, સરપંચો તથા તમામ હોદ્દેદારો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ડભોઇનાં રામટેકરી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઇ.

ProudOfGujarat

प्रशंसकों के दिलों में बस्ते है ऋतिक रोशन एक फैनने इंस्टाग्राम पोस्ट के जरिये बयां की अपनी खुशी!

ProudOfGujarat

ભરૂચ નગરના અયોધ્યા નગર વિસ્તારમાં કૃષિ મેળો યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!