Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં હ્યુમન રાઈટ કાઉન્સિલના સભ્યોએ લઠ્ઠાકાંડ નહીં થાય તે માટે નકલી બનાવટી દારૂનું વેચાણ બંધ કરાવવા માંગ.

Share

ઉમરપાડા તાલુકામાં લઠ્ઠાકાંડ નહીં સર્જાઈ તે માટે હ્યુમન રાઈટ કાઉન્સિલના સભ્યોએ સ્થાનિક પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાતા સંખ્યાબંધ લોકોના કરુણ મોત થયા છે અનેક પરિવારો એ ઘરનો આધાર ગુમાવ્યો છે ત્યારે આવી ઘટનાઓ ઉમરપાડા તાલુકામાં નહીં બને તેની તકેદારીના ભાગરૂપે હ્યુમન રાઈટ કાઉન્સિલના સભ્યોએ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમણે કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા અનુસાર તાલુકામાં નકલી બનાવટી દારૂનું ઠેર ઠેર વેચાણ થઈ રહ્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે દારૂનું વેચાણ બંધ કરાવવામાં આવે અને દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકોને ઝડપી લઇ તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીઓ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

બહુચરાજી મંદિરના નવનિર્માણ કાર્યને લઈ કેબિનેટની બેઠકમાં નિર્ણય, શિખરની ઉંચાઈ 81 ફૂટ કરાશે

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત

ProudOfGujarat

ઝધડીયા તાલુકાના બલેશ્વર ગામમાં પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર “સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા”નું ભવ્ય આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!