Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડાના કેવડી ગામે સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કનુ ગ્રાહક સંમેલન યોજાયું.

Share

ઉમરપાડા તાલુકાના કેવડી ગામે સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કનુ વર્ષ 2022 નું ગ્રાહક સંમેલન યોજાયું હતું. જેમાં સ્વાગત પ્રવચન તથા મહેમાનોનું સ્વાગત શાખા મેનેજર કિરણ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. સુરત રજીસ્ટર ઓફિસમાંથી પધારેલ બેંકના એ જી એમ કલસ્ટરહેડ કેતનભાઇ ટેલર દ્વારા બેંકની તમામ બચત આવતી ડિજિટલ સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ સંમેલનના અધ્યક્ષ સામસિંગ ભાઈ વસાવા એ બેંકની ગ્રાહકલક્ષી સેવાઓને બિરદાવી હતી ત્યારબાદ શાખાના ગ્રાહક તેમજ નિવૃત કલેકટર માવજીભાઈ વસાવા દ્વારા બેંકની સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. સંદીપભાઈ પાટીલ મંત્રી, મણિલાલભાઈ વસાવા, ભીખુભાઈ પંડ્યા, ચંદુભાઈ કાઠીયાવાડી, રાજપુરોહિત અને ભારતીય જનતા પાર્ટી ઉમરપાડાના મહામંત્રી અમિતભાઈ વસાવા અને ગ્રામજનો વેપારીઓ હાજર રહ્યા હતા. અંતમાં આભાર વિધિ ઉમરપાડા તાલુકા પંચાયત સભ્ય કરણભાઈ વસાવા દ્વારા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાખાના કેશિયર અરવિંદભાઈ ચૌધરી એ કર્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 12 દિવસથી ચાલી રહેલી ફેનસિંગ કામગીરી સ્થગિત કરતું નર્મદા વહીવટી તંત્ર.

ProudOfGujarat

દેશનાં ચીફ ઇલેકશન કમિશ્નર સુનિલ અરોરા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે : આરોગ્ય વનની મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચમાં હવામાને અચાનક કરવટ બદલી : વીજળીના કડાકા સાથે કાળા ડિબાંગ વાદળોની જમાવટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!