૧૫૬-માંગરોળ વિધાનસભા મત વિસ્તારના ઉમરપાડા તાલુકાની કારોબારી બેઠક તા.૨૧/૭/૨૦૨૨ ની ઉમરપાડા ખાતે મળી. આ બેઠકમાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, માંગરોળ વિધાનસાભા પ્રભારી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય યોગેશભાઈ પટેલ, સુરત ભાજપા સંગઠન મહામંત્રી દિપકભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા પ્રભારી રાકેશભાઈ સોલંકી, સુરત જિલ્લા સંગઠન મંત્રીસામસિંગ વસાવા, સુરત જિલ્લા પંચાયતના કારોબારી અઘ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન ચૌધરી, ઉમરપાડા તાલુકા સંગઠન પ્રમુખ વાલજીભાઈ વસાવા, મહામંત્રી અર્જુનભાઈ વસાવા, અમીષભાઈ વસાવા, ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા, તાલુકા પંચાયતના તમામ સભ્યો ઉમરપાડા તાલુકાના સરપંચ ડે.સરપંચો તેમજ તમામ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કારોબારીની મીટીંગમાં સંગઠન વધુ મજબુત બને અને ભારતીય જનતા પાર્ટીના આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
વિનોદ મૈસૂરિયા : વાંકલ