Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરા વિસ્તારમાં રહેતા પ્રોપર્ટી બ્રોકરના ત્યાંથી સોનાના ઘરેણાં સહિત રોકડ રકમ મળી સત્તર લાખની મત્તા પર હાથફેરો કરનાર ઘરઘાટી મહિલાની ઉમરા પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

ઉમરા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર સીટી લાઈટ સ્થિત આશીર્વાદ પાર્ક માં રહેતા પ્રોપર્ટી બ્રોકર શંભુનાથ પ્રહલાદભાઈ રાયના ત્યાં કામ કરતી ઘરધાટી મહિલા સંગીતા ઉર્ફે ભારતીબેન બબલુભાઇ નિશાદ પંદર દિવસ અગાઉ ઘરના મહિલાઓની નજર ચૂકવી સોનાના ઘરેણાં તેમજ રોકડ રકમ મળી સત્તર લાખથી વધુનો હાથફેરો કરી અન્ય મહિલા સાથે ફરાર થઈ ગઈ હતી. ચોરીની આ ઘટનામાં બંને મહિલાઓ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.જ્યાં ઘટના અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.દરમ્યાન ઉમરા પોલીસે ચોરીની આ ઘટનામાં અગાઉ એક મહિલાની ધરપકડ કરી હતી.જ્યાં મુખ્ય મહિલા આરોપી સંગીતા ફરાર હતી.જ્યાં પોલીસે મળેલ માહિતીના આધારે મહિલા આરોપી સંગીતા ઉર્ફે ભારતીબેન બબલુ નિશાદની પાંડેસરાના હાઉસીંગ બોર્ડ ખાતેથી ધરપકડ કરી હતી. મહિલા પાસેથી પોલીસે ચોરીમાં ગયેલા રોકડ રકમ તેમજ સોનાના ઘરેણાં મળી સત્તર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

વિલાયત હત્યા કેસના આરોપીઓને ગણતરીના કલાકોમાં વાગરા પોલીસે ઝડપી પાડયા…

ProudOfGujarat

નાંદોદ કુંવરપરા ગ્રામપંચાયની ચૂંટણી પૂર્વે ભચરવાડા નવી વસાહત ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર.

ProudOfGujarat

ભરૂચ લોકસભા નો જંગ,છ ટર્મ ના સાંસદ ની સંપત્તિ માં આવ્યો ઉંછાળો,જાણો કેટલી સંપતી છૅ મનસુખ વસાવા પાસે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!