પાવીજેતપુર તાલુકાનાં ખાંડીયા અમાદર ગામનાં બસ સ્ટેન્ડ નજીક આવેલ વળાંક પાસે ઇકો ગાડી ડુંગરવાંટથી પાવીજેતપુર તરફ જતી ઈકો ગાડીનું ટાયર ફાટતાં એક ગુલમહોરનાં ઝાડ સાથે અથડાતાં દંપતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું અને દોઢ વર્ષનાં નાના બાળકને નાની મોટી ગંભીર ઈજાઓ પહોંચતા પોલીસે 108 દ્વારા સારવાર અર્થે પાવીજેતપુર દવાખાનામાં ખસેડવામાં આવ્યુ હતુ પરંતુ તબિયત ખરાબ હોવાના કારણે બોડેલી સંગમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યુ હતું પરંતુ ત્યાં પણ તેની તબિયત ગંભીર જણાતાં વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યુ હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતમાં મરણ જનાર ડુંગરવાંટ ગામનો મહેશભાઈ બચુભાઈ રાઠવા ઉ.૩૦ વર્ષ તથા તેની પત્ની નિશાબેન મહેશભાઈ રાઠવા ઉ.૨૮ વર્ષ અને તેમનું એક નાનું બાળક દોઢ વર્ષનું આ ત્રણેય એક સાથે ઇકો ગાડી નં GJ- 34- B- 9163 માં સવાર થઈ પોતાના સંબંધી કચ્છ ખાતે રહેતા હતા ત્યાં જવા માટે ડુંગરવાંટથી તેઓ પોતાના સંબંધીની ગાડી લઈને જઈ રહ્યા હતા પરંતુ તેઓને રસ્તામાં અકસ્માત નડતાં બંને પતિ પત્ની મોતને ભેટ્યા હતાં.
ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દોઢ વર્ષનાં બાળકને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ હતુ અને મરણજનાર વાહન ચાલક મહેશ રાઠવા ગાડીમાં ફસાઈ જતાં ગાડીનાં દરવાજાનાં પતરા કાપીને ત્રણ કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ મરણજનાર પતિ પત્નીને પીએમ અર્થે પાવીજેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફૈજાન ખત્રી કલારાણી તા.જેતપુર પાવી જિ.છોટાઉદેપુર